તત્વમસિ
નર્મદે હર
ધુવ ભટૃ ની સમુદ્રાન્તીકે પછી આ બીજી નવલકથા વાચુ છુ.આ નવલકથાનું પોસ્ટર જ ઘણું આ બુક વીશે કહી જાય છે. આખી નોવેલ નર્મદા ફરતે વિટળાયેલી છે. બુક પણ નદિ ના પ્રવાહ ની જેમ અલગ અલગ મોડ પર વહેતી જાય છે.
‘ લે ખાઇ લે ' એવા રસપ્રદ વાકય થી શરૂઆત થાય છે. ત્યાર થી જ સસ્પેન્સ શરૂ થાય છે. ડાયરી માંથી સ્ટોરી વાંચતિ જાય છે. નરેટર નું નામ ક્યાંય નથી.
અમેરિકન પ્રોફેસર રુડોલ્ફ તેના સ્ટુડન્ટ ને ઇન્ડિયા માં આદિવાસી ના અભ્યાસ પ્રોજેક્ટ માટે ભારત મોકલે છે જે 18 વરસે તેના વતન આવે છે. ઉત્સાહ વગર બુક આદિવાસી ની લાક્ષણિકતા દર્શાવે છે . માનવ જીવન ની પ્રકૃતિ ની ઝલક એમાં અનુભવી શકાય છે.
આ બુક ના પાત્રો જેવા ક સુપ્રિયા,બીતુબંગા, શાસ્ત્રી કાકા,ગુપ્તાજી,પુરીયા,વિષ્ણુમસ્તાર, પર્વતી બા, કાલેવાલી માં , ગંડું ફકીર વગેરે ખૂબ ચીવટ થી આકયા છે .
સુપ્રિયા જેવી યંગ છોકરી આવા વિસ્તારમા કામ કરે છે .બધી વાત એટલી સ્પષ્ટ રીતે વિચારી શકે છે . લેખક ની ભાષા,આદિવાસી ની બોલવાની છટા આકર્ષિ જાય છે.
ભારત ની કુટુંબ પ્રથા, સંસ્કૃતિ કચ્છ નું ગામડું એકબીજા પ્રત્યે પ્રેમ નાનિમાં ની સમજ શક્તિ ભારતીય સંસ્કૃતિની ઝલક બતાવાય છે.

લેખક ક્યારે એક વાત માંથી બીજી વાત માં લઇ જાય છે તે ખબર નથી રેતી. જેમ નદી એક સ્થળ ને બીજા સ્થળ સાથે સહેલાઇ થી જોડે છે તેમ નોવેલ પણ વર્તમાન માંથી ભૂતકાળ માં સરી પડે છે.
વાંચતી વખતે આપણે ખુદ તેમાં એક પાત્ર હોય તેવું લાગે . બધું નજર સામે રચાઈ છે. એ ટાઈમ ના ધર્મગુરુ એવા શાસ્ત્રી કાકા કેટલું તાર્કિક ને ધર્મ થી અલગ વિચારે છે . તે ખૂબ પ્રભાવશાલિ માણસ છે. શિવમંદિર ના તે પૂજારી ને દાદ દેવી પડે જેવી સમજણ તેના માં છે તે આજ ના પૂજારી માં જરા જેટલી પણ નથી રહી .તેનું અર્થઘટન રસપ્રદ છે . તે માને છે કે બધા રીતરિવાજ કંઈક મોરલ લઈને બનાવેલ છે. ને પ્રકૃતિ ને અનુરૂપ બનાવાય છે .
સુપરિયા ટેકનોલોજી અને પ્રાચીન સંસ્કૃતિ વચ્ચે સારું બેલેન્સ જાળવવાની ક્ષમતા ધરાવે છે . તે જોય મને ગમ્યુ.
ભારત ના કલચર માં કંઈક તત્વ તો એવું છે જે બધા માં કોમન જોવા મળે છે.મહાભારત નો ઉલ્લેખ છે આપણે વાંચી હોય કે ન વાંચી હોય પણ જાણે અજાણે તેના વિશે બધા ભારતીયો જાને જ છે. તે સાબિત થાય છે.
જંગલ ની સુંદરતા થી લઈને તેનું ક્રુરતાનું વાસ્તવિક સ્વરૂપ આલખ્યુ છે. એક લાઈન મને સાચી લાગી
“ જગત દેખાય તેટલું રમ્ય નથી”
એક જ રંગ ની અલગ અલગ જાંય નું પ્રતિબિંબ અને ઉજ્જડ વન બતાવ્યું છે.
નર્મદામાં સિક્કો ફેંકવાની પ્રથા શ્રધ્ધા અને અંધશ્રદ્ધા નો ડિફ્રન્સ, સંગીતના સાધનો, ફૂલોની ખેતી, કુબેર બાગાન મધપૂડા ની ખેતી વગેરે બદલાવ આવ્યા નું વર્ણન છે.
સૌથી વધારે ધ્યાન ખેચે તેવા પાત્ર ‘બીતુબંગા’ બંને અલગ માણસ છતા સાથે બોલાઈ તેમની કલાકૃતિ સોભદરા બાગાન, ગલ સંડો (ડેમ) કાલ્પનિક વસ્તુ ને વાસ્તવિ માની બેસવી. બધી વસ્તુ ની પોતાની અલગ ડિક્સ્શનરી છે તેની પાસે.
આ બુક માં બીજું ઘણું જાણવા મળે છે – તારલાઓ નું જ્ઞાન, મધપૂડા ની જાણકારી, શ્વાનમંડળ ની આકૃતિ. તારક અને વ્યાધ યુગમ(જોડિયા) તારા નું જ્ઞાન અભણ આદિવાસી પાસેથી મલે છે.ગંડું ફકીર ની જીવન ફિલોસોફી કલેવાલીમાં માં શ્રધ્ધા ભલે રીત અલગ પણ મોરલ એક.
ઉચ્ચ સંસ્કૃત ભાષા ના જોડિયા શબ્દો નું નિર્માણ કરતા અને એક પણ જોડિયા શબ્દો ન બોલી સકતા માણસો છતા જીવન દ્રષ્ટિ એક જ છે. તે આમાં જોય શકાય છે.
સમાજ ની નજીક માં નજીક એક શિક્ષક જ રહી શકે તે હાલ માં અને ત્યારે પણ મનાતું.
દરેક માનવ કોઈ એક એવો નિર્ણય લેવા માં કેયલીય દ્વિધા અનુભવે છે તે બીતા ના પાત્ર થી જોય શકાય છે .છેલ્લે એ વાઘણ ને છોડી મુકવી જે તેના ભાઈ ને ભરખી ગઈ છે તેને પોતાના જ હાથે છોડી મુકવી કઈ સહેલી વેત નથી .
શરૂ વરસાદે ડાંગર રોપતા ખેડૂતો ને જોવું જેટલું સારું લાગે છે તેટલુંજ તે કામ કરવા થી કેટલી અસહ્ય વેદના થાય તે કર્યા પછી સમજાય.
હરીખોહ નો રમ્ય નજારો જોવો, ગળસંડો માં નહાવું, રાનીગુફા, જીંદા સાગબન નું વૃક્ષ , નદી ના વર્ણનો માં ખોવાઈ જાયે છીએ . જાણે હું પોતે એ બધું અનુભવી રહી હોય તેવું લાગે વાંચતા.
સૌથી વધુ આકરક્ષિત કરતું પાત્ર પૂરીયા. હસતી ,કૂદતી,ગીત ગાતિ બિન્દાસ, મસ્તમોલા. ઘણા દુઃખો ને ઊંડે મૂકી જીવનની મજા માણતી ધનવાન વ્યક્તિ પણ ન જીવી શકે તેવી હળવાશ ને નિખાલસતા તેના આંખો ને મુખ પર છલકાઈ છે. જીવન જીવવા ની રીત શીખવા જેવી છે એનામાં બસ છેલ્લે તેનું શુ થયું તે દર્શાવ્યું નથી. કોઈ આપડી ખૂબ નજીકની વ્યકતી જ આપણા પર શક કરે તેની કેટલી અસર આપડા માનસ પર થાય તે રીફલેક્ટ કરે છે.
ઈમોશન્સ ને ફીલિંગ ની વેલ્યુ ન કરનારો આ સ્ટુડન્ટ અંતે સાવ ત્યાંનો જ બની રહી જાય છે.
બીજી માજા ની વાત એ છે બુક નું પેલું વાક્ય કોણ બોલે છે તે બુક ની છેલ્લી લાઈન માં ખબર પડે છે. I think તે પણ ઓપન ending છે . તે ને એસ અ આદિવાસી બાલીકા સમજવી કે નર્મદા નું સ્વરૂપ તે રીડર પર છોડ્યું છે તેવુ મને લાગે છે. આ નોવેલ વાંચવાની મને ખૂબ મજા પડી. આદિવાસી જંગલ વિશે પહેલી વાર આટલું જાણવાનું ગમ્યું. હજી સેજ આગળ લખીને પુરી કરી હોત એવું મને થયું.
આ પુસ્તક પરથી ગુજરાતી ફિલ્મ પણ બની છે મુવી માં કેટલા ફેરફાર છે કે જ્યારે રિલીઝ થઈ ત્યારે talk of the town પણ બન્યા હતા.
thank you

This comment has been removed by the author.
ReplyDeleteI have Read this book last year*
DeleteVery well written.
ReplyDeleteThank you sir ☺️
ReplyDelete