Tuesday, 21 December 2021

kriyatmak sanshodhan

શ્રી ગુલાબરાય હ સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય ભાવનગર     
                      ક્રિયાત્મક સંશોધન



નામ :- ચૌહાણ ઉર્વશી એન.
વર્ષ  :- 2021 -22
પદ્ધતિ  :-અંગ્રેજી, ગુજરાતી 
શાળાનું નામ  :-શ્રી નવા ગુંદાળા કેન્દ્રવર્તી  શાળા


વિષય :-  વાંચન ગણન લેખનમાં થતી મુશ્કેલી

ઋણ સ્વીકાર

    ક્રિયાત્મક સંશોધન અંગેની મારી સમસ્યા ના સંશોધન માટે ઘણા બધા વ્યક્તિઓને મદદ કરેલી છે એ બધાનો હું દિલથી આભાર માનું છું.
       સૌપ્રથમ તો વિદ્યાર્થીઓ નો આભાર માનુ છુ કેમ કે તેમને મને સહકાર આપ્યો દરમ્યાન ચર્ચામાં ભાગ લીધો શીખવા માટે તત્પર બન્યા તેમજ તેમના વર્ગ શિક્ષક અને પ્રિન્સિપાલ નિલેશભાઈ નાથાણી જેમણે વધારાનો એક પીડીયર મંજૂર કરી માત્ર વાંચન ગણન લેખન કરવા માટેની સુવિધા આપી ત્યારબાદ તે શાળાના બધા શિક્ષકો નો આ ઉપરાંત મારા તાલીમાર્થી મિત્રો નો ખુબ ખુબ આભાર.
    

પ્રસ્તાવના : 

               શિક્ષણ સંસ્થાઓને પોતાના દૈનિક કામકાજમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શાળા સંચાલન ના પ્રશ્નો, શિક્ષણ પદ્ધતિઓ અંગેના પ્રશ્નો, વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નો, અભ્યાસક્રમ અંગેના પ્રશ્નો, પાઠ્યપુસ્તક અંગેના પ્રશ્નો, પરીક્ષણ અને મૂલ્યાંકન અંગેના પ્રશ્નો, શાળા વ્યવસ્થા અંગેના પ્રશ્નો વગેરે અનેક પ્રકારના પ્રશ્નો નું અનેક ઢબે નિરાકરણ લાવવામાં ક્રિયાત્મક સંશોધનની પદ્ધતિ અત્યંત ઉપયોગી બને છે. પોતાનું રોજ-બરોજ નું કામ કરતાં જે નાના-મોટા પ્રશ્નો ઉદ્ભવે તેનો ઉકેલ કાઢવા માટે તજજ્ઞ પાસે દોડવાનું કોઈને પણ ન પાલવે. જીવનના મોટા ભાગના પ્રશ્નોનો નિકાલ પોતાની આપ બુદ્ધિથી અને પ્રત્યક્ષ કાર્ય માંથી મળેલા અનુભવને આધારે લાવવાનો હોય છે. મનુષ્ય પાસે તારવાની અને વ્યવહારૂ નિર્ણય લેવાની શક્તિ છે, પોતાના ક્ષેત્રમાં ઉભી થતી સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરનારો માણસ ક્રિયાત્મક સંશોધન ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તેમ કહી શકાય.


ક્રિયાત્મક સંશોધનની સંકલ્પના :
 
    અથૅ :
             ઉપનિષદમાં શિક્ષકને સર્જક અને શોધક કહ્યો છે આ દૃષ્ટિએ જોતાં શિક્ષક કાર્ય કરતા કરતા ઉદભવતી સમસ્યાઓ ને સંશોધક બની ઉકેલવાનો અને એ રીતે પોતાના શિક્ષણ કાર્યને વધુ શુદ્ધ કાર્યક્ષમ અને અસરકારક બનાવવા નું દરેક શિક્ષકનો વ્યવસાય ધર્મ છે. ક્રિયાત્મક સંશોધન અને શિક્ષકો માટે નું અને વર્ગ કાર્યની મુશ્કેલીઓ દરમ્યાન ઉદ્ભવતી સંશોધન છે. 

         ક્રિયાત્મક સંશોધન અને રોજ-બરોજની સમસ્યાઓને વૈજ્ઞાનિક ઢબે ઉકેલવાની પ્રયુક્તિ છે. 

વ્યાખ્યા :
         વર્ગ માં શિક્ષણ કાર્ય કરતા તે શાળાઓની પ્રવૃત્તિઓનો અવલોકન કરતા શિક્ષક કેટલીક મૂંઝવણ અનુભવે છે આ મુંધવા નો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરી તેમનો ઉકેલ લાવવા નો ઉપયોગ માર્ગે ક્રિયાત્મક સંશોધન છે. 
 
    ક્રિયાત્મક સંશોધન એ કેળવણી ક્ષેત્રે સિંચાઈ યોજના છે
                                             -    ગુણવંત શાહ

ક્રિયાત્મક સંશોધન અને શિક્ષકોનું શિક્ષકો માટે અને શિક્ષકો દ્વારા હાથ ધરાતું ઉપયોગી વ્યવહારુ સાધન છે. 


ક્રિયાત્મક સંશોધન ના લક્ષણો

-  ક્રિયાત્મક સંશોધન શાળા અને વર્ગની સમસ્યાઓના તાત્કાલિક ઉકેલ માટે છે. 
-ક્રિયાત્મક સંશોધન વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે છે. 
-ક્રિયાત્મક સંશોધન સમસ્યાનું સ્વરૂપ સાધુ હોય છે અને એમનું ક્ષેત્ર મર્યાદિત હોય છે. 
- ક્રિયાત્મક સંશોધન ઉપચારાત્મક કાર્ય નો એક ભાગ સ્વરૂપે હાથ ધરાતું વ્યક્તિગત સંશોધન છે. 
- ક્રિયાત્મક સંશોધન અન્ય શિક્ષકો અને આચાર્ય અને સહકારથી સફળતા પ્રાપ્ત થાય છે. 
- ક્રિયાત્મક સંશોધનનો ભવિષ્યના વિશાળ સંશોધન માટે ઉત્કલ્પના પૂરી પાડે છે ક્રિયાત્મક સંશોધન સમય શક્તિ અને નાણાંની દ્રષ્ટિએ ઓછો ખર્ચાળ છે. 
- ક્રિયાત્મક સંશોધન નિષ્ણાત ની સલાહ વગર પણ હાથ ધરી શકાય છે. 



ક્રિયાત્મક સંશોધન નું મહત્વ : 

                ક્રિયાત્મક સંશોધન એ ખરેખર એક અતિ મહત્વનો અને અસરકારક આધુનિક પ્રવાહ છે. નીચેની બાબતો પરથી સ્પષ્ટ છે:
૧) વર્ગખંડની શાળાની વિવિધ સમસ્યાઓનું વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું શક્ય બને છે.
૨) સંશોધનનો ગાળો ટૂંકો હોય છે, એટલે સમસ્યાઓનો તાત્કાલિક અને યોગ્ય ઉકેલ લાવવામાં આ પ્રકારનું સંશોધન ઉપકારક બને છે.
૩) ક્રિયાત્મક સંશોધન દ્વારા શિક્ષણકાર્ય વધુ અસરકારક અને સફળ બનાવીી શકાય છે.
૪) ક્રિયાત્મક સંશોધન શાળાના સમગ્ર આયોજન અને કાર્યપદ્ધતિ માં સુધારણા લાવવા માં અત્યંત ઉપયોગી થઈ પડે છે.
૫) વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ સાધવા ક્રિયાત્મક સંશોધનની નોંધપાત્ર ઉપયોગિતાા છે.
૬) શૈક્ષણિક કાર્યક્રમો ની ગુણવત્તા વધારવામાં અને શિક્ષણનું સ્તર ઊંચું લાવવામાં ક્રિયાત્મક સંશોધન ખૂબ જ ઉપયોગી બની રહે છે.

ક્રિયાત્મક સંશોધન ની મર્યાદાઓ : 

                ક્રિયાત્મક સંશોધન ના કેટલાક લાભો હોવા છતાં તેની નીચેના જેવી કેટલીક મર્યાદાઓ કે અવરોધો જોવા મળે છે.
૧) આપણા દેશમાં આ પ્રકારના સંશોધનો માટેનું વાતાવરણ હજુ જામ્યું નથી. શાળાઓ ના આચાર્યો, શિક્ષકો અને નિરીક્ષકો પણ ઉદાસીનતા દાખવે છે.
૨) સંશોધન ખાતર સંશોધન કરવામાં આવે તો તેનાથી કસો હેતુસરે નહીં, શિક્ષકે વૈજ્ઞાનિક પદ્ધતિનેે વળગી રહેવું જોઈએ.
૩) વર્ગોમાં વિદ્યાર્થીઓની વધુ સંખ્યા, લાંબા અભ્યાસક્રમો, શિક્ષક પક્ષએ સમયનો અભાવ વગેરે કારણોનેેે લીધે પણ ક્રિયાત્મક સંશોધન શક્ય બનતું નથી.
૪) કેળવણીખાતું, નિરીક્ષકો, શિક્ષણાધિકારીઓ વગેરેે તરફથી પૂરતા પ્રોત્સાહન નો અભાવ હોય છે. એમનું આવા સંશોધનમાં નહિવત સહકાર હોય છે.
              આમ છતાં, સાચા શિક્ષકે આ બધી મર્યાદાઓને પાર કરી પોતાનું અધ્યાપન કાર્ય અને શિક્ષકની ગુણવત્તા સુધારવા આ પ્રકારના ક્રિયાત્મક સંશોધન હાથ ધરતા રહેવું જોઈએ.

ક્રિયાત્મક સંશોધન ના સોપાનો : 

                ક્રિયાત્મક સંશોધન દ્વારા વર્ગ સમસ્યાને ટૂંકાગાળામાં હલ કરવાાાનો પ્રયાસ થાય છે. ક્રિયાત્મક સંશોધન સફળ રીતે કરવા માટે નીચેેેેે જણાવેલ સોપાનો ધ્યાનમાં રાખવા જરૂરી છે.

 સમસ્યા : 
           
           સિહોર તાલુકાના નવા ગુંદાળા ગામની પ્રાથમિક શાળા શ્રી નવા ગુંદાળા કેન્દ્રવર્તી પ્રાથમિક શાળામાં બાળકોને થતી વાંચન અને લેખન ની સમસ્યા. 

સમસ્યા ક્ષેત્ર  :
     
          શાળા : શ્રી નવા ગુંદાળા કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા
        ધોરણ  : 6 , 7

સમસ્યા વિસ્તાર

શ્રી નવા ગુંદાળા કેન્દ્રવર્તી પ્રાથમિક શાળાના બાળકોને વાંચન ગણન લેખનમાં થતી મુશ્કેલીઓ જેવી કે
 Foundational Literacy and Numeracy
FLN  બાળકો અને તેના સંભવિત કારણો.


પાયાની જરૂરી માહિતી : 
                    મને મારી બે મહિનાની ઈન્ટરશિપ દરમિયાન નવા ગુંદાળા પ્રાથમિક શાળામાં  ધોરણ સાત અને છ માં અભ્યાસ કરતા બાળકોને વાંચવામાં મૂળાક્ષર ઓળખવામાં તથા સાદા દાખલા ગણવા માં થતી મુશ્કેલી જાણવાની અમૂલ્ય તક મળી. આ પ્રકારની વિદ્યાર્થીઓની ખામી ના લીધે તેને અભ્યાસક્રમમાં ખૂબ મુશ્કેલી અનુભવાતી હતી જેના લીધે તે ટેસ્ટ તથા ક્લાસમાં શ્રુતલેખન તથા પઠન કરવામાં અસક્ષમ જણાતા હતા.

ઉત્કલ્પનાઓ  : 
       
     * તેમને એકડા તથા મૂળાક્ષરો અને એબીસીડી થી પહેલેથી પાયા ની શરૂઆત કરવી.
      *  જો બાળકોને તેના શૈક્ષણિક કલાકોની ઉપરાંત અલગથી સમય ફાળવીને ભણાવવામાં આવે તો સમસ્યા દૂર થઈ શકે.
      * વિદ્યાર્થીને ચાર્ટ દ્વારા ચિત્રો દ્વારા તથા વ્યક્તિગત ધ્યાન આપી શીખવાડી શકાય.
      * અલગતા ગોઠવી તેની માટે ચારથી પાંચ ફક્ત જોડણી મુળાક્ષરો સરવાળા બાદબાકી તથા એબીસીડી શીખવી શકાય.
     * આવા બાળકોને અલગ તારવીને તેમને વાલીઓ સાથે વાત કરી હોમવર્ક  કરાવે અને પુનરાવર્તન કરે તેવી ભલામણ કરી શકે.
     * વ્યક્તિગત એક એક બાળકો પર ધ્યાન આપે તેને કઈ કઈ વસ્તુ માં મુશ્કેલી પડે છે તેને ઝીણવટપૂર્વક ધ્યાન દે તેને આગળ વધારવાની કોશિશ થઈ શકે બાળકના પ્રોબ્લેમ જાણી શકાય.


પ્રયોગ કાર્યની રૂપરેખા  :

       શ્રી નવા ગુંદાળા પ્રાથમિક શાળામાં બાળકોને વાંચન ગણન અને લેખન માં મુશ્કેલી અનુભવતા પ્રશ્નોને ઉકેલવા માટે તથા બાળકોને પાયાનું જાણે તથા ભણવામાં રસ ધરાવે તે માટે જે પ્રયોગ કાર્ય હાથ ધરવામાં આવ્યો જેના નિવારણ માટેની રૂપરેખા તથા આયોજન તૈયાર કર્યું હતું.


મૂલ્યાંકન :
     
- વિદ્યાર્થીઓને ચિત્રો અને ચાર્ટ દ્વારા ભણવાની વધુ મજા આવી અને વધારે યાદ રહ્યું.
- પોતાની રીતે દાખલાની ગણતરી કરતા થયા.
- વિદ્યાર્થીઓ વર્ગખંડમાં ઉભા થઇ ઉદાહરણો આપતા થયા.
- વિદ્યાર્થી વર્ગમાં વાંચન કાર્ય કરતા થયા.
- સામાન્ય દાખલાઓ ની સમજ મેળવી ગણતા થયા.
- શ્રુતલેખન કરતા થયા.
- જોડિયા શબ્દો પણ વાંચતા થયા ઘણા.
- અંગ્રેજી એબીસીડી ની સાથે કક્કા ના શબ્દો પણ શીખ્યા.
- સાદા વાક્ય નું વાંચન પણ શક્ય બન્યું.


તારણ, પરિણામ, અનુકાર્ય :

નવા ગુંદાળા પ્રાથમિક શાળામાં ધોરણ ૬ અને ૭ ના બાળકો જે વાંચન અને ગણન માં નબળા હતા તે વાંચતા તથા આકડાની એક થી સો એકડા તથા ગડિયાયા ઓ શીખી ગયા. બે રકમ વાળા સરવાળા બાદબાકી, જોડિયા શબ્દો જેવા શબ્દો વાંચતા શીખ્યા.a, b, c, d  ના મુળાક્ષર લખતા શીખ્યા વાર્તા ની બુક વાંચતા શીખવ્યું.
 
જેટલા બાળકોને લઈને આ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું તેમાંથી 85 ટકા બાળકો સરસ રીતે વાંચન ગણન અને લેખન કાર્ય કરતા થઈ ગયા.


ઉપસંહાર :  

ક્રિયાત્મક સંશોધન અને શિક્ષણની ગુણવત્તા વધારવા માટેની એક ક્રમબદ્ધ પ્રક્રિયા છે. આવો સંશોધન શિક્ષણ દ્વારા હાથ ધરવામાં આવે છે અને વૈજ્ઞાનિક ઢબે સમગ્ર સંશોધન કરાય છે. જેના અંતે ચોક્કસ તારણ મેળવી શકાય છે.

 આ શાળામાં પ્રસ્તુત સંશોધન અંતર્ગત બાળકો અભ્યાસ કાર્ય કરી શકે તે માટે  આ FLN બાળકો માટે કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું વિસ્તૃત રીતે અવલોકન, પુથ્થકરણ અને અર્થઘટન કરવાથી તેના ચોક્કસ પરિણામ મળ્યા. અને વિદ્યાર્થીઓને  વાંચવા લખવામાં રસ અને રૂચિ જાગી.
આ અભ્યાસ વર્ગ શિક્ષકને તેમજ શાળાને તેમનું શિક્ષણ કાર્ય સુધારવામાં મદદરૂપ થશે.

                   આવી ક્રિયાત્મક સંશોધન દ્વારા શાળાને નડતી મુશ્કેલીઓ ના નિવારણ માટે સંશોધન કરવામાં આવે તો શાળાને  યોગ્ય દિશા પ્રાપ્ત થશે. આ સમસ્યાને વિસ્તૃત રીતે જોઈ વર્ગને બદલે શાળા કક્ષાએ હાથ ધરી અભિવ્યક્તિ અંગે વિદ્યાર્થીઓમાં સભાનતા લાવી શકાશે. આ સંશોધન અન્ય સુધારાત્મક બાબતમાં કામ લાગશે તો હું મારી મહેનત ને સાર્થક ગણીશ.

પ્રયોગપાત્ર વિદ્યાર્થીઓના નામ :

1. સોલંકી સુનિતા મધુભાઈ 
2. પરમાર શીતલ લક્ષ્મણભાઈ
3. મકવાણા રોહન સુરેશભાઈ
4. બારૈયા  હર્ષ હરેશભાઈ


મારા અનુભવ

       હું શ્રી નવા ગુંદાળા કેન્દ્રવર્તી શાળા માં ધોરણ છ અને સાત મા વિદ્યાર્થીઓને વાંચન ગણન લેખન ની સમસ્યા નું સંશોધનના પ્રયોગ કાર્ય માટે કર્યું હતું આ દરમ્યાન ઘણા અનુભવો થયા જેમ કે વિદ્યાર્થીઓ જોડે આત્મીયતા બંધાઈ ગઈ તને કઈ અલગ અલગ પદ્ધતિ અપનાવી શીખવું જેમાં બીજા પુસ્તકો ની વાર્તાઓ ની મદદ લીધી તેમાંથી મને પણ ઘણું જાણવાનું શીખવા મળ્યું તેમજ પગલું ૧ અને ૨ નો સહારો લીધો. તથા જ્ઞાનમાં વધારો થયો આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં રહેલી અને ક્ષમતા અને કૌશલ્યો તથા તેમની મનની કલ્પના ઓ જાણવા મળી જેના કારણે અભ્યાસ અસરકારક થઈ રહ્યો મને સંતોષ થયો કે મારા પ્રયત્નો દ્વારા હું લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓને વાંચતા લખતા શીખવી શકી તથા શાળા ને મદદરૂપ થઈ. 

      આની પાછળનું કારણ મોટાભાગે વિદ્યાર્થીઓના પરિવાર મજૂરી કામ કરતો હોવાના બીપી લીધે તથા ઘરમાં શૈક્ષણિક વાતાવરણ ન હોવાના કારણે તેમજ બાળક પાસે પણ બીપી સમય ન હોવાના કારણે આ સમસ્યા ઉદ્ભવી છે. 
 
       
     આભાર




      




No comments:

Post a Comment

Tatvamasi

તત્વમસિ નર્મદે હર   ધુવ ભટૃ  ની સમુદ્રાન્તીકે પછી આ બીજી નવલકથા વાચુ છુ.આ નવલકથાનું પોસ્ટર જ ઘણું આ બુક વીશે કહી જાય છે.  આખી નોવેલ ...