Iiteગાંધીનગર સંલગ્ન
કોલેજ :- શ્રી ગુલાબરાય સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય ભાવનગર
નામ :- ચૌહાણ ઉર્વશી એન.
સેમેસ્ટર :3
રોલ નંબર :- 29
વ્યાખ્યા:- વ્યક્તિ અભ્યાસ એક ગુણાત્મક વેચન નું રૂપ છે. જેમા કોઈ વ્યક્તિ પરિસ્થિતિ અથવા સંસ્થાને ખૂબ જ સાવધાની સાથે પૂર્વાવલોકન કરવામાં આવે છે.
વ્યક્તિ અભ્યાસ એટલે : કોઈ એક વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ અને સંબંધિત આ બધા પાસાઓ નો વિચાર કરવો તે અભ્યાસ ના એકમ તરીકે એક વ્યક્તિએ કુટુંબ એક જૂથ કોઈ સામાજિક સંસ્થા કે સમાજ હોઈ શકે.
વ્યક્તિ અભ્યાસ દરમ્યાન વ્યક્તિ કે સંસ્થા વિશે ઉન્નતિ અને વિગત પૂર્ણ માહિતી એકઠી કરવી જરૂરી છે આવી માહિતીના આધારે વ્યક્તિની સમસ્યા કે વિશેષતા નું નિદાન થઇ શકે છે બી.એડ અભ્યાસક્રમ વિશિષ્ટ બાળકો નો વ્યક્તિ અભ્યાસ કરવાનો હોય તે માટે વ્યક્તિ અભ્યાસ ની સંકલ્પના સોપાનો ઉદાહરણ લાભ જેવી બાબતો સમજવી જરૂરી છે જે અહીં પ્રસ્તુત છે.
સ્ત્રોત
~ વ્યક્તિ કે સંસ્થા નું સામાન્ય નિરીક્ષણ
~ વ્યક્તિ કે સંસ્થાની મુલાકાત
~મનોવૈજ્ઞાનિક કસોટી સંસ્થાના રેકોર્ડ
~વિદ્યાર્થીની શારીરિક તપાસ
~વ્યક્તિ માટે મનોચિકિત્સકના રિપોર્ટ
~ સંસ્થાની ભૌતિક સુવિધાઓ અને આચાર્ય વગેરે
~ વ્યક્તિના શોખ સંસ્થાની પ્રવૃત્તિ
~વ્યક્તિનો સામાજિકતા આલેખ
~સંસ્થા માટે અન્ય દ્વારા ક્રમાંકન
સોપાનો
• અભ્યાસ માટે વ્યક્તિની પસંદગી
•માહિતીનું એકત્રીકરણ
• ઉતકલ્પના ની રચના
• કારણોની તપાસ અને સુચત ઉપચાર
• વ્યક્તિ સંબંધી અનુકાર્ય
વિશેષતાઓ
* એકમ વિશેની ભૂતકાળ વર્તમાનકાળ ભવિષ્યકાળ બાબતોનો સમાવેશ કરી શકાય છે.
* ઇતિહાસ પદ્ધતિ સર્વેક્ષણ અને લંબગત સંશોધન પદ્ધતિ જોવા મળે છે.
* અભ્યાસક્રમ માટે ઝીણવટપૂર્વક અને ધ્યાનથી અભ્યાસ કરવામાં આવે છે.
* વ્યક્તિ અભ્યાસ માં વિવિધ સંશોધન સાધનો મદદથી માહિતી એકત્રિત કરી શકાય છે.
* નિત્ય અભ્યાસમાં એકમના બધા જ પાસાઓનો અભ્યાસ કરી શકાય છે.
*અભ્યાસક્રમ લોકો શક્તિનો ઉપયોગ કરી શકે છે.
લાભ
-સામાજિક એકમ અને ઊંડાણ થી સમજવા માટે ઉપયોગી. -એકમ કે ઘટનાના વર્તમાન તેમજ ભૂતકાળને સમજવા માટે ઉપયોગી.
- અપવાદરૂપ લક્ષણોની તરાહો જાણવા અગાઉની માન્યતાઓ સુધારવા માટે ઉપયોગી.
- એકમના વર્તન વ્યવહાર ને સમજવા માટે ઉપયોગી.
- એકમ ના સંપૂર્ણ પૈસા ને સમજવા માટે ઉપયોગી
મર્યાદાઓ
< વ્યક્તિ અભ્યાસ સમય અને ખર્ચ વધે છે.
< વ્યક્તિ અભ્યાસ માં ઘટના સાથે ઐતિહાસિક કે વર્તમાન પૈકી કયા કયા પરિબળો અસર કરે છે તે નક્કી કરી શકાતું નથી.
< સંશોધન અનુકૂળ સમસ્યાની પસંદગીનું વધારે જોવા મળે છે.
< આ સંશોધનો અભ્યાસ ઓછા થતા હોવાથી સામાન્ય રીતે મુશ્કેલ બને છે.
< વ્યક્તિગત રેકોર્ડ માં રહેલી ખામી સંશોધન માટે મુશ્કેલરૂપ બને છે.
>અભ્યાસક્રમમાં હેતુ લખતા સમયે અને તદ્દન ન હોય તો અભ્યાસ માટે નડતરરૂપ બને છે.
પ્રસ્તાવના
સંસ્થાનુ નામ :- શ્રી ગ્રામ દક્ષિણામૂર્તિ મણાર ( બાબરવા)
વ્યક્તિ અભ્યાસ તરીકે શ્રી ગ્રામ દક્ષિણામૂર્તિ જય બાબરવા સંસ્થા તરીકે ઓળખાય છે. મહત્વ ધરાવે છે. આ સંસ્થા સાથે લેખક તથા શિક્ષણવિદ તથા કેળવણીકાર ગાંધી વિચારધારા ને સમર્પિત એવા લોકો દ્વારા આ સંસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ સમગ્ર વ્યક્તિ અભ્યાસ સંસ્થાનો સામાન્ય ઇતિહાસ તે સંસ્થાની કાર્યપદ્ધતિ તથા તેની સિદ્ધિઓ આ ઘણી નાની બાબતોને સાંકળી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ભૌગોલિક સ્થાન :-
ભાવનગર સોમનાથ હાઈવે પર રાપર ની બાજુમાં તળાજા તાલુકો તથા ભાવનગર જિલ્લામાં આવેલી સંસ્થા શ્રી ગ્રામ દક્ષિણામૂર્તિ મણાર. આઝાદ તાલુકા શાળા છે સોસિયા તથા મણાર ની વચ્ચે આવેલી છે તથા બાબરવા સંસ્થા તરીકે ઓળખાય છે.
ઇતિહાસ :-
શ્રી ગ્રામ દક્ષિણામર્તિ ની સ્થાપના ઋષિતુલ્ય કેળવણીકાર નાનાભાઇ ભટ્ટ તથા મનુભાઈ પંચોળી દ્વારા કરવામાં આવી હતી. ઇ.સ.1950 માં કરવા માં આવી. આ બે કેળવણીકારો સણોસરા, આમલા અને મણાર સંસ્થાના કેળવણીકારો છે.
નાનાભાઈ ભટ્ટ
મનુભાઈ પંચોળી
સંસ્થા પરિચય
ધોરણ ૯ થી લઈને ૧૨ સુધીનું શિક્ષણ અપાતી સો ટકા છાત્રાલય વાળી શાળા છે.
શિક્ષણ આપતી લોકશાળા છે.
સંસ્થાના કેમ્પસ પર જ ધોરણ ૧ થી ૮ સુધીના જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા આવેલી છે.
અહીં ૯થી ૧૨ના ૨૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
નિયામક શ્રી : સુરસંગભાઈ પી. ચૌહાણ
આચાર્યશ્રી : ડાયાભાઈ ડાંગર
આદ્યસ્થાપક : સ્વ. મનુભાઈ પંચોળી (દર્શક )
સ્વ. નાનાભાઈ ભટ્ટ
છાત્રાલય સુવિધા :-
આ સંસ્થામાં છાત્રાલય સુવિધા ઉપલબ્ધ છે નહીં કુમાર તથા કન્યા છાત્રાલયની સુવિધા ઉપલબ્ધ છે.
આ સંસ્થા નવ શિક્ષકો નો સ્ટાફ ધરાવે છે તે લોકોને લાયકાત આ પ્રમાણે છે. B. Sc,. Bed, M. A, b. Ed એવી લાયકાતો ધરાવે છે. સાથે બીજા B.R.S b. Ed પણ છે. સાથે એ ક્લાર્કને પટાવાળા કાર્યરત છે. તમામ સ્ટાફ સાથે માટે કવાટર સુવિધા ઉપલબ્ધ છે.
પરિણામ :-
ધોરણ-10નું પરિણામ 83% આવેલું છે તથા ઘણી વખત ફોટો આવેલું છે .ધોરણ 12 નું પરિણામ છેલ્લા ત્રણ વર્ષથી સો ટકા આવે છે.
આહિર શિક્ષણની સાથે સાથે
- સિલાઈકામ
- સ્પોકન ઇંગલિશ
- કોમ્પ્યુટર જ્ઞાન
- સજીવ ખેતી એગ્રીકલ્ચર
- ડ્રાઈવિંગ શીખવા ની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. બાળકોના ઘડતર માટે પૂર્ણ પ્રયાસો કરવામાં આવે છે.
શાળાને જોઈએ તો કુદરતી રીતે જ તે ઘણી બધી ભવ્યતા દર્શાવે છે સરસ મજાના કેમ્પસ છે. નાળિયેરીના વૃક્ષો તેને કંઈક અલગ જ આવક ઊભી કરે છે સુંદર પ્રકૃતિની વચ્ચે બાળકો રહીને આવા સફુતી વાતાવરણમાં અભ્યાસ કરે છે. તળાવ અને પંખીઓના કલરવ વચ્ચે ભણવાની મજા માણી શકે છે.
મોજીલું શિક્ષણ
તળાજા તાલુકાની 40 પ્રાથમિક શાળા સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે.અને ભારવીનાનુ ભણતર નો પ્રોજેક્ટ જેવા કે ગમ્મત દ્વારા જ્ઞાન અનુભવ દ્વારા શિક્ષણ આપનાર નું કામ બે શિક્ષકો દ્વારા સંભાળવામાં આવે છે. તથા આ માટેની આર્થિક સહાય પી. ડી.લાઈટ કંપની દ્વારા પૂરી પાડવામાં આવે છે સાથે ખેડૂત પરીક્ષણ વર્ગ ચાલે છે.
સંસથાની માલિકીની ૨૦૦ એકર જમીન છે આ જમીન એક જ આવેલી છે રમણીય વાતાવરણ જોવા મળે છે.
1500 જેટલા કેસર આંબા ના ઝાડ,
550 જેટલી નાળિયેરી,
600 ચીકુના ઝાડ તથા અન્ય ફળ વૃક્ષો જોવા મળે છે. અહીં બાગાયતી ખેતી થાય છે.
ખેતીના પાકોમાં લોકોવન ઘઉં નું બિડર સીડ અને સોયાબીન નું બ્રીડર બનાવવામાં આવે છે. આ ઉપરાંત મગફળી કપાસ ,આંબાની કલમ જુવાર, બાજરી ,તલ વગેરે જેવા વાવેતર જોવા મળે છે.
વરસાદી પાણીના સંગ્રહ માટે બે તળાવ કુલ 5 એકરમાં વિસ્તરેલા છે. શેત્રુંજય કેનાલનું પાણી તથા ૧૦ જેટલા કુવાઓ અને ૧૧ જેટલા બોર્ સિંચાઈ માં ઉપયોગ લેવામાં આવે છે. ખેતી કાર્યકરો તથા ભાગીદારો માટે પણ ક્વાર્ટર ની સુવિધા ઉપલબ્ધ છે.
સુવિધાયુક્ત મહેમાન ગૃહ ની પણ વ્યવસ્થા જોવા મળે છે.
શાકભાજી માટે વડોલી આવું જ સજીવ ખેતી આધારિત છે જે છે જે છાત્રાલયમાં પણ પૂરતું શાકભાજી ઉપયોગમાં લઇ શકાય છે.
ધોરણ નવ અને 10 ના વિદ્યાર્થીઓએ NCC નું બે વર્ષનો કોર્સ કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીએ A સટીફિકેટ મળે છે.
ધોરણ-૧૧ અને ૧૨ માટે NSSનો કોર્સ કરાવાય છે .
રમત ગમત
રમત ગમત ક્ષેત્રે ખોખો, એક્વેટિક માં પ્રથમ સત્ર દ્રિતીય કક્ષાએ સ્થાન પ્રાપ્ત કરેલ છે.ઝોનલ કક્ષાએ ખોખો માં વિદ્યાર્થીઓ પ્રથમ સ્થાન મેળવી ચૂક્યું છે તેમાં ૬૦ હજાર જેટલી ઈનામ પણ મળેલ છે.
ગ્રંથાલય
અહીં સરસ મજાનું ગ્રંથાલય છે તેમાં વિવિધ વિષયોને લગતાં 7હજાર કરતા વધારે પુસ્તકો ઉપલબ્ધ છે. પુસ્તકાલય રૂપની થવાની સારી એવી સુવિધા ઉપલબ્ધ છે સાથે વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ પણ કરતા જોવા મળે છે વાંચન માટે નો સમય સાંજના ૮ થી ૧૦ સુધીનો રાખવામાં આવે છે.
છાત્રાલય
છાત્રાલય જીવન અહીં જીવાય જે વિદ્યાર્થી પોતાના કામ પોતાની જાતે જ કરે છે .ગાંધી વિચારધારા અને અનુસરવામાં આવે છે.
અહીં વિદ્યાર્થી નું ટાઇમટેબલ સવારના સાડા પાંચથી ઉત્થાન તથા રાત્રે 10:30 સુધી શેડ્યુલ ફિક્સ હોય છે. 31 નો ઉદ્યોગ ટાઈમ રાખેલ છે જેમાં સફાઈ ગૌશાળા સફાય સજીવ રસોડા વ્યવસ્થા જેવા કે શાક સમારવું ,પીરસવું ,વાસણ વગેરે જેવા કામો છોકરા છોકરીઓ દ્વારા કરવામાં આવે છે આ કૌશલ્ય જીવનપર્યંત માણસને ઉપયોગી થાય છે.
બાળકમાં લીડરશીપ જેવા કૌશલ્યો કેળવાય છે.
રાત્રી પ્રવૃત્તિ
રાત્રે પ્રાર્થનાનો ને અહીં સાયમ પ્રાર્થના એવું નામ આપવામાં આવ્યું છે.આ પ્રકારની પ્રાર્થના સભામાં વિવિધ વિષયો પર શિક્ષકો નિયામક તથા ગૃહ માતા-પિતા દ્વારા વક્તવ્ય આપવામાં આવે છે સંપૂર્ણ સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરાય છે ભજન પ્રાર્થના સ્પેશિયલ દિવસો જેવા કે કોઈ મહાન વ્યક્તિને જયંતિ તે દિવસ પ્રમાણે પ્રાર્થના માટે વક્તવ્ય વિશે બદલાતા રહે છે વિદ્યાર્થીઓ કરે છે .
શૈક્ષણિક ફિલ્મો બતાવવામાં આવે છે.
રવિવાર રાત્રે સંગીત સંધ્યા લોક ડાયરો ફિલ્મ દર્શન તજીને વક્તવ્યો વગેરે જેવી પ્રવૃત્તિ સાયમ પ્રાર્થના પ્રસ્તુત કરવામાં આવે છે.
આ ગ્રામ દક્ષિણામૂર્તિ સંસ્થા રેલીઓ તથા ઉત્સવમાં ભાગ લે છે શિક્ષણ સંગોષ્ઠી જેવી રેલીઓમાં ભાગ લે છે. રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. 9 જાન્યુઆરી સંસ્થા વાર્ષિક ઉત્સવ ન્યુ જમણી થઈ છે 11 ઓગસ્ટ ગુલાબબેન મહેતાની મૂર્તિ મા પંડિત સુખલાલજી વ્યાખ્યાનમાળા યોજાય છે તે અહીં આ ગ્રુપમાં તથા આચાર્ય હતા.
નાનાભાઈ ભટ્ટ ની જન્મ જયંતી તથા મનુભાઈ પંચોળી દર્શક ની જન્મ જયંતી ઉજવવામાં આવે છે અહીંના શિક્ષકો 24 કલાક કાર્યરત રહે છે તેમના શિક્ષણ ના કલાક ઉપરાંત પણ કામ કરે છે.
શૈક્ષણિક પ્રવાસ
અહીં શૈક્ષણિક પ્રવાસનું આયોજન થાય છે વર્ષમાં એક લાંબો પ્રવાસ તથા ટૂંકા પ્રવાસનું આયોજન થાય છે તે મા વન ભોજન આશ્રયસ્થાન છે સ્વયં ભાગ જેવી પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે.
નજીકના જોવાલાયક સ્થળો ની યાદી
√ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ
√ મીઠીવીરડી ભીમના પાયા
√ નિષ્કલંક મહાદેવ મંદિર
√ કુડા ઇમુ પક્ષી ઉછેર કેન્દ્ર
√ ગોપનાથ મહાદેવ નરસિંહ મહેતાને જ્યાં સાક્ષાત કરતો હતો
અહીં ભોગોલિક રીતે ખૂબ જ સારું વાતાવરણ જોવા મળે છે કંઈક એટલે વૃક્ષો જે કે ના જોયા હોય તે પણ અહીં કેમ્પસમાં પ્રાપ્ત થાય છે.
ગૌશાળા
નાના-મોટા સાઇટ પર જોવો છે ગીર ઓલાદ ધરાવતી ગૌશાળા જોવા મળે છે તેનું દૂધ ઉત્પાદન વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓ અને ઉપયોગમાં લેવામાં આવે છે બે બાયોગેસ પ્લાન્ટ છે એ સુવિધા ઉપલબ્ધ છે બે નિર્માણ માટેના મોટા ગોડાઉન જોવા મળે છે ઉનાળામાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ ની આર્થિક સહાયથી અલંગ-સોસીયા નજીકના ગામોમાં મફત છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે.
સંસ્થા માં પ્રવેશતા જ પ્રવેશ દ્વાર પાસેની દીવાલ પર ગાંધીજી ના ચિત્રો ભીંતચિત્રો જોવા મળે છે સુંદર સુવાક્યો સાથે ત્યારથી સંસ્થાની અલગ આભા ઉભી થઈ છે તેની દિવાલ પર આપણી સંસ્કૃતિ ના ચિત્રો જોઈ શકાય છે ત્યારથી આગળ જતા દીવાલ પરના પેઇન્ટિંગ આંખો આ કરશે તેવા છે.અહીંના અમુક મકાનો પુરાણા પથ્થરોથી લાકડા થી બનાવેલા હોય તેનું ઉદાહરણ પૂરું પાડે છે ટૂંકમાં આંખને ગમે તેવું દ્રશ્ય રચાય છે.
કૃષિ બાગાયત વિકાસ કેન્દ્ર
પીડીલાઈટ આર્થિક સહયોગ ઈચ્છાથી આ કેન્દ્ર છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે જે આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ ૮૦ પ્રકારની વનસ્પતિ વાવવામાં આવેલ છે. ભાવનગર જિલ્લાના ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી નું જ્ઞાન મળે તે માટે ખેડૂત તાલીમ વર્ગો નિદર્શન પ્રદર્શન વગેરે થાય છે ત્યાં ખેડૂત તાલીમ હોલ, અદ્યતન કૃષિ લેબોરેટરી, કર્મચારીઓની ઓફિસ આવેલી છે આ પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ જાતની વનસ્પતિ પાકો ફળ ઝાડ આયુર્વેદિક વનસ્પતિ સુગંધિત ખાસ આયુર્વેદિક ખેતી જે સુગંધિત ઘાસમાંથી તેલ કાઢવાનું યુનિટ કાર્યરત છે ઘણું બધું જોવા લાયક છે.
કૃષિ વિતરણ અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં પાણી બચત ના કામો હાથ ધરવામાં આવ્યા છે આ વર્ષ 2020 21 વર્ષમાં ભાવનગર જિલ્લાના શ્રેષ્ઠ શાળા તરીકે નો એવોર્ડ આપવામાં આવ્યો છે. તથા એક લાખ રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું છે.
સાથે સાથે રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળા માટે નુ નોમિનેશન
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા મોકલવામાં આવ્યું છે આવી સુંદર શાળા જોઈને મને ખૂબ જ આનંદ થયો આ સંસ્થાના ધ્યેયો જોઈએ.
No comments:
Post a Comment