Tuesday, 21 December 2021

ગ્રંથ સમીક્ષા

                         ગ્રંથ સમીક્ષા


નામ :- ચૌહાણ ઉર્વશી નવલસંગભાઈ
સેમેસ્ટર :- 3rd
ઇમેલ :- urvashichauhan157@gmail.com
 કોલેજ :- શ્રી ગુલાબભાઈ હ .સંઘવી બી.એડ કોલેજ ભાવનગર
વિષય :-ગ્રંથ સમીક્ષા
વિષયાંગ :-તત્વમસિ
રોલ નંબર  :- 29


                અનુક્રમણિકા


- પ્રસ્તાવના 
-બુક રીવ્યુ એટલે શું ?
-ગ્રંથ સમીક્ષા એટલે શું ?શા માટે ?
*પુસ્તકના બાહ્ય લક્ષણો 
-પુસ્તકનું નામ
- લેખકનું નામ 
-પ્રકાશક 
-પુસ્તક ની કિંમત 
-પુસ્તકનો પ્રકાર
- પુસ્તકનું કદ 
-પુસ્તકના કાગળ 
-આકાર 
-આવૃત્તિ
-પુસ્તકની બાંધણી
- મુદ્રા અને છાપકામ
- મુખપૃષ્ટ



                         પ્રસ્તાવના 

* ગ્રંથ સમીક્ષા એટલે શું ?શા માટે? 

              આપણે ઘણા બધા પુસ્તકો વાંચીએ છીએ અને અમુક પુસ્તકો સારા લાગે તે આપણે રાખી પણ લઈએ છીએ. અને બુક રીવ્યુ નો અભ્યાસ પણ કર્યો હોય. સામાન્ય આપણને પ્રશ્ન થાય કે આવું કર્યું એટલે શું? તેનો સામાન્ય અર્થ જોઈએ તો કોઈ પણ પુસ્તક ઉપર પોતાના વિચારોને રજૂ કરવા.અથવા તો તે પુસ્તક ઉપર પોતાનું વિવેચન આપવો કે ચિંતન કરવું .જેને ઈંગ્લીશમાં આપણે જે ને ક્રિટિસિસમ કર્યું એવું પણ કહી શકીએ છીએ. તેમાં શું વર્ણન છે ?લેખક નો હેતુ શું છે ?એમાંથી તમને શું અર્થ મળ્યો એની સાથોસાથ લેખકના વિચારો કેવા છે? આમ ટૂંકમાં કહીએ તો બુક રીવ્યુ એટલે સમગ્ર બુક ને ટૂંકમાં પરિચય. 

       મુખ્ય હેતુ જ્યારે પણ આપણે આપણા રસના પુસ્તકો વાતે તેના ઉપર આપણો પ્રતિભાવ રજૂ કરવું કેવી રીતે આપણે થિયેટરમાં ફિલ્મ જોયા પછી કેવું લાગ્યું તેનો અભિપ્રાય આપીએ છીએ તેવી રીતે પુસ્તક કેવું લાગ્યું તેના વિચારો કેવા લાગ્યા તેની ઉપર જો આપણે ટિપ્પણી કરીએ છીએ વિવેચન કરીએ છીએ જે ક્રિટિસિસમ કરીએ છીએ શું ગમ્યું ન ગમ્યું વગેરે બાબતને આપણે બુક રીવ્યુ કહીશું. 


લેખકનો પરિચય 

                   ધ્રુવ ભટ્ટ


         જન્મ  :- 8 મે ૧૯૪૭ ના રોજ ભાવનગર જિલ્લામાં   નિંગાળા (હવે બોટાદ જિલ્લામાં) થયો હતો. તેમનો અભ્યાસ વિવિધ જગ્યાએ થયો. તેઓએ જાફરાબાદમાં ૧ થી ૪ ધોરણ અને કેશોદમાંથી મેટ્રિકનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે વાણિજ્યમાં બીજા વર્ષ સુધીના અભ્યાસ બાદ વધુ અભ્યાસ પડતો મૂક્યો હતો. ૧૯૭૨માં તેઓ ગુજરાત મશીન મેન્યુફેક્ચરર્સના સેલ્સ સુપરવાઈઝર તરીકે જોડાયા. સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને લખવાનું શરૂ કર્યું. તેમણે દિવ્યા ભટ્ટ સાથે લગ્ન કર્યા. તેમના પુત્ર દેવવ્રતનો ૧૯૭૬માં અને તેમની પુત્રી શિવાનીનો ૧૯૮૦માં જન્મ થયો હતો.

તેમની પ્રથમ નવલકથા અગ્નિકન્યા ૧૯૮૮માં પ્રકાશિત થઇ હતી, જે મહાભારત પર આધારિત હતી. ખોવાયેલું નગર તેમનું બાળકો માટેનું પુસ્તક છે, જે ૧૯૮૦માં પ્રકાશિત થયું હતું. 

ધ્રુવ ભટ્ટના પુસ્તકોનો હિંદી, મરાઠી અને અંગ્રેજીમાં અનુવાદ થયેલો છે. 

પુરસ્કાર

તેમની નવલકથા તત્વમસિ માટે તેમને ૨૦૦૨માં સાહિત્ય અકાદમી પુરસ્કારઅને ૧૯૯૮-૯૯નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. ૨૦૦૫માં તેમને દર્શક ફાઉન્ડેશન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ગાય તેના ગીત માટે ગુજરાતી સાહિત્ય પરિષદ અને અતરાપી અને કર્ણલોક માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને પારિતોષિકો પ્રાપ્ત થયા હતા

         

 પ્રકાશક :- ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
              અમરભાઈ ઠાકોર લાલ શાહ, રતનપોળનાકા સામે ગાંધીમાર્ગ અમદાવાદ -380001

ટાઇપ સેટિંગ  :- શારદા મુદ્રણાલય

મુદ્રક :- ભગવતી ઓફસેટ
        બંસીધર એસ્ટેટ ,બારડોલપુરા અમદાવાદ 380004

કિંમત :- 160

પૃષ્ઠ :- 8+232
નકલ :- 1250

પુનમુદ્રણ :- જુલાઈ 2015
પ્રથમ આવૃત્તિ  :-1998
પુનમુદ્રણો :- 2001,2003,2005,2007,2012,2013

આવરણ: ફોટોગ્રાફ :સુરેશ પારેખ

પ્રકરણ  :- ૨૬

પુસ્તકનો પ્રકાર :- નવલકથા


         ભારત વર્ષના ઉત્તર અને દક્ષિણ ભાગને
                   સાંધતી - બાંધતી, ઉભયાનવી ,
                               ભુવનમોહિની મહાનદી 
                                                  નર્મદા.......... 

" તત્વમસિ" - તમે જ સર્વસ્વ છો.કોઈને આ શબ્દ કેવું અને તેને વાતોમાં અર્થ કરવો કેટલું મુશ્કેલ છે આપણે મોટેભાગે " અહમ બ્રહ્માસ્મિ   " મા માનીએ છીએ હું રહું છું અથવા હું જ સર્વસ્વ છું પરંતુ ધ્રુવ ભટ્ટ નવલકથાનું શીર્ષક તત્વ મસી છે અને નવલકથા ખરેખર આપણને એવું જ અનુભવ કરાવી શકે છે ધ્રુવ ભટ્ટની ગુજરાતી નવલકથાકાર અને કવિ છે તેમણે 1998માં લખ્યું છેને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો અને તે તેમની આ નોંધપાત્ર કૃતિ માનવામાં આવે છે.

        
      ધુવ ભટૃ ની આ બીજી નોવેલ વાચુ છુ. સમુદ્રાન્તીકે પછી.આ નવલકથાનું પોસ્ટર જ ઘણું આ બુક વીશે કહી જાય છે. આખી નોવેલ નર્મદા ફરતે વિટળાયેલી છે. બુક પણ નદિ ના પ્રવાહ ની જેમ અલગ અલગ મોડ પર વહેતી જાય છે. 

      વાર્તાકાર એક વિદ્યાર્થીની ડાયરી વાંચી રહ્યો છે જે વિદેશથી ભારતમાં નર્મદા નદી પાસે આવેલા ગામમાં આવ્યો છે આદિવાસી લોકોનો અભ્યાસ કરવા તેમની માનવ શક્તિઓને અલગ અલગ રીતે ઉત્પાદિત વિકસાવવા તેનો ઉપયોગ કરવા માટે પરંતુ તેણે ત્યાંથી વાસી લોકો સાથે રેવાનું સમાપ્ત કર્યું તૃપ્તિ ખૂબ જ શુદ્ધ ગુજરાતી ભાષાનો ઉપયોગ કર્યો છે તથા સાથે સાથે આદિવાસી લોકોની બોલચાલની ભાષા પણ દર્શાવે છે તેમણે પ્રકૃતિને ખૂબ જ સુંદર રીતે જ રીતે કર્યું છે તે દરેક વસ્તુને લાગણીઓ વિશેની ખૂબ જ નાની વિગતો અને શબ્દોમાં વ્યક્ત કરી શકે છે નવલકથામાં લખ્યું છે તે કેટલીક લાગણીઓ માટે તે યોગ્ય શબ્દ શોધી શકતા નથી.

     લે ખાઇ લે ' એવા રસપ્રદ વાકય થી થાય છે. ત્યાર થી જ સસ્પેન્સ શરૂ થાય છે. ડાયરી માંથી સ્ટોરી વાંચતિ જાય છે. નરેટર નું નામ ક્યાંય નથી.
  અમેરિકન પ્રોફેસર રુડોલ્ફ તેના સ્ટુડન્ટ ને ઇન્ડિયા માં આદિવાસી ના અભ્યાસ પ્રોજેક્ટ માટે ભારત મોકલે છે જે 18 વરસે તેના વતન આવે છે. ઉત્સાહ વગર
   બુક આદિવાસી ની લાક્ષણિકતા દર્શાવે છે . માનવ જીવન ની પ્રકૃતિ ની ઝલક એમાં અનુભવી શકાય છે.
આ બુક ના પાત્રો જેવા ક સુપ્રિયા,બીતુબંગા, શાસ્ત્રી કાકા,ગુપ્તાજી,પુરીયા,વિષ્ણુમસ્તાર, પર્વતી બા, કાલેવાલી માં , ગંડું ફકીર વગેરે ખૂબ ચીવટ આકયા છે .
  સુપ્રિયા જેવી યંગ છોકરી આવા વિસ્તાર કામ કરે છે .બધી વાત એટલી સ્પષ્ટ રીતે વિચારી શકે છે . લેખક ની ભાષા આદિવાસી ની બોલવાની છટા આકર્ષિ જાય છે.
ભારત ની કુટુંબ પ્રથા, સંસ્કૃતિ કચ્છ નું ગામડું એકબીજા પ્રત્યે પેમ નાનિમાં ની સમજ શક્તિ ભારતીય સંસ્કૃતિ બતાવાય છે.
   લેખક ક્યારે એક વાત માંથી બીજી વાત માં લઇ જાય છે તે ખબર નથી રેતી. જેમ નદી એક સ્થળ ને બીજા સ્થળ સાથે સહેલાઇ થઈ જોડે છે તેમ નોવેલ પણ વર્તમાન માંથી ભૂતકાળ માં સરી પડે છે.
  વાંચતી વખતે આપણે ખુદ તેમાં એક પાત્ર હોય તેવું લાગે . બધું નજર સામે રચાઈ છે. એ ટાઈમ ના ધર્મગુરુ એવા શાસ્ત્રી કાકા કેટલું તાર્કિક ને ધર્મ થી અલગ વિચારે છે . તે ખૂબ પ્રભાવશાલિ માણસ છે. શિવમંદિર ના તે પૂજારી ને દાદ દેવી પડે જેવી સમજણ તેના માં છે તે આજ ના પૂજારી માં જરા જેટલી પણ નથી રહી .તેનું અર્થઘટન રસપ્રદ છે . તે મને છે કે બધા રીતરિવાજ કંઈક મોરલ લઈને બનાવેલ છે. ને પ્રકૃતિ ને અનુરૂપ બનાવાય છે .
  સુપરિયા ટેકનોલોજી અને પ્રાચીન સંસ્કૃતિ વચ્ચે સારું બેલેન્સ જાળવવાની ક્ષમતા ધરાવે છે . તે જોય મને ગમ્યુ.
   ભારત ના કલચર માં કંઈક તત્વ તો એવું છે જે બધા માં કોમન જોવા મળે છે.મહાભારત નો ઉલ્લેખ છે આપણે વાંચી હોય કે ન વાંચી હોય પણ જાણે અજાણે તેના વિશે બધા ભારતીયો જાને જ છે. તે સાબિત થાય છે.
   જંગલ ની સુંદરતા થી લઈને તેનું ક્રુરતાનું વાસ્તવિક સ્વરૂપ આલખ્યુ છે. એક લાઈન મને સાચી લાગી
જગત દેખાય તેટલું રમ્ય નથી
એક જ રંગ ની અલગ અલગ જાંય નું પ્રતિબિંબ અને ઉજ્જડ વન બતાવ્યું છે.
   નર્મદામાં સિક્કો ફેંકવાની પ્રથા શ્રધ્ધા અને અંધશ્રદ્ધા નો ડિફ્રન્સ, સંગીતના સાધનો, ફૂલોની ખેતી, કુબેર બાગાન મધપૂડા ની ખેતી વગેરે બદલાવ આવ્યા નું વર્ણન છે.
   સૌથી વધારે ધ્યાન ખેચે તેવા પાત્ર બીતુબંગાબંને અલગ માણસ છતા સાથે બોલાઈ તેમની કલાકૃતિ સોભદરા બાગાન, ગલ સંડો (ડેમ) કાલ્પનિક વસ્તુ ને વાસ્તવિ માની બેસવી. બધી વસ્તુ ની પોતાની અલગ ડિસિક્સનરી છે તેની પાસે.
   આ બુક માં બીજું ઘણું જાણવા મળે છે – તારલાઓ નું જ્ઞાન, મધપૂડા ની જાણકારી, શ્વાનમંડળ ની આકૃતિ. તારક અને વ્યાધ યુગમ(જોડિયા) તારા નું જ્ઞાન અભણ આદિવાસી પાસેથી મલે છે.ગંડું ફકીર ની જીવન ફિલોસોફી કલેવાલીમાં માં શ્રધ્ધા ભલે રીત અલગ પણ. મોરલ એક.
    ઉચ્ચ સંસ્કૃત ભાષા ના જોડિયા શબ્દો નું નિર્માણ કરતા અને એક પણ જોડિયા શબ્દો ન બોલી સકતા માણસો છતા જીવન દ્રષ્ટિ એક જ છે. તે આમાં જોય શકાય છે.
    સમાજ ની નજીક માં નજીક એક શિક્ષક જ રહી શકે તે હાલ માં અને ત્યારે પણ મનાતું.
  દરેક માનવ કોઈ એક એવો નિર્ણય લેવા માં કેયલીય દ્વિધા અનુભવે છે તે બીતા ના પાત્ર થી જોય શકાય છે .છેલ્લે એ વાઘણ ને છોડી મુકવી જે તેના ભાઈ ને ભરખી ગઈ છે તેને પોતાના જ હાથે છોડી મુકવી કઈ સહેલી વેત નથી .
  શરૂ વરસાદે ડાંગર રોપતા ખેડૂતો ને જોવું જેટલું સારું લાગે છે તેટલુંજ તે કામ કરવા થી કેટલી અસહ્ય વેદના થાય તે કર્યા પછી સમજાય.
   હરીખોહ નો રમ્ય નજારો જોવો, ગળસંડો માં નહાવું, રાનીગુફા, જીંદા સાગબન નું વૃક્ષ , નદી ના વર્ણનો માં ખોવાઈ જાયે છીએ . જાણે હું પોતે એ બધું અનુભવી રહી હોય તેવું લાગે વાંચતા.
   સૌથી વધુ આકરક્ષિત કરતું પાત્ર પૂરીયા. હરતી કૂદતી,ગીત ગતિ બિન્દાસ, મસ્તમોલા. ઘણા દુઃખો ને ઊંડે મૂકી જીવનની મજા માણતી ધનવાન વ્યક્તિ પણ ન જીવી શકે તેવી હળવાશ ને નિખાલસતા તેના આંખો ને મુખ પર છલકાઈ છે. જીવન જીવવા ની રીત શીખવા જેવી છે એનામાં બસ છેલ્લે તેનું સુ થયું તે દર્શાવ્યું નથી. કોઈ આપડી ખૂબ નજીકની વ્યકતી જ આપણા પર શક કરે તેની કેટલી અસર આપડા માનસ પર થાય તે રીફલેક્ટ કરે છે.
   એમોશન્સ ને ફીલિંગ ની વેલ્યુ ન કરનારો આ સ્ટુડન્ટ સાવ ત્યાંનો જ બની રહી જાય છે.
  બીજી માજા ની વાત એ છે બુક નું પેલું વાક્ય કોણ બોલે છે તે બુક ની છેલ્લી લાઈન માં ખબર પડે છે. I think  તે પણ ઓપન ending છે . તે ને એસ અ આદિવાસી બાલા સમજવી કે નર્મદા નું સ્વરૂપ તે રીડર પર છોડ્યું છે તેવુ મને લાગે છે. આ નોવેલ વાંચવાની મને ખૂબ મજા પડી. આદિવાસી જંગલ વિશે પહેલી વાર આટલું જાણવાનું ગમ્યું. હજી સેજ આગળ લખીને પુરી કરી હોત એવું મને થયું.

  આ પુસ્તક પરથી ગુજરાતી ફિલ્મ પણ બની છે મુવી માં કેટલા ફેરફાર છે કે જ્યારે રિલીઝ થઈ ત્યારે talk of the town પણ બન્યા હતા અહીં ફિલ્મ રેવા ની લીંક છે.
thank you






No comments:

Post a Comment

Tatvamasi

તત્વમસિ નર્મદે હર   ધુવ ભટૃ  ની સમુદ્રાન્તીકે પછી આ બીજી નવલકથા વાચુ છુ.આ નવલકથાનું પોસ્ટર જ ઘણું આ બુક વીશે કહી જાય છે.  આખી નોવેલ ...