Wednesday, 22 December 2021

ચિંતનાત્મક ડાયરી

ચિંતનાત્મક ડાયરી


Shree  g. H. sanghvi shikshan mahavidhyalaya ભાવનગર

નામ  : -ચૌહાણ ઉર્વશી એન.

 રોલ નંબર :- 29

બી.એડ સેમ :- 3

શાળા :- શ્રી નવા ગુંદાળા કેન્દ્રવર્તી


પ્રસ્તાવના

                  હું ચૌહાણ ઉર્વશી iite ગાંધીનગર યુનિવર્સિટી સંલગ્ન શ્રી ગુલાબ રાઈ સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય બી.એડ કોલેજમાં ત્રણ માં અભ્યાસ કરી રહી છું હસે ને ત્રણ દરમ્યાન ઈન્ટરશિપ અંતર્ગત મે સિહોર તાલુકાની નવા ગુંદાળા કેન્દ્રવર્તી શાળા પસંદ કરી છે તેમાં બે મહિના દરમિયાન ના મારા અનુભવો તથા તે સમય દરમ્યાન કરેલા ચિંતન લેખ અને અહીં પ્રસ્તુત કરી રહી છું. 

 



                આવી રીતે ઇન્ટનશીપ બે મહિના ની એન્ટ્રી પ્રથમ વખત હતી જેમાં એક જ શાળામાં પૂરા દિવસ રહેવાનું હતું આ અનુભવ પહેલીવાર હતો શાળામાં પ્રથમ દિવસે હું હાજર થઈ ત્યારે મારી સાથેના બીજા નવ તાલીમાર્થી બહેનો પણ ત્યાં શાળામાં ઈન્ટરશિપ માટે આવેલા હતા.  21 8 2021 ના રોજ મારો પ્રથમ દિવસ હતો તે મારા શિક્ષક બનવા માટેનું મને આગળ લઈ જવા માટેનો એક પગથિયું છે આ પ્રથમ દિવસે જ તો પહેલાં શિક્ષકો સાથે મુલાકાત થઇ ત્યાર પછી તેમણે જણાવ્યું કે અત્યારે શિક્ષણ ચાલતું હોય તો આ કોરોનાની મહામારી શાળા સંપૂર્ણ રીતે ખુલ્લી ન હતી. 


         શેરી શિક્ષણ એટલે શું શિક્ષણ પહોંચે એને એનું સાચા અર્થમાં તમને જ્યારે અનુભવ કર્યો ને ત્યારે જાણવા મળ્યું છે અને એટલે કે ગામના કોઈકે એવી જગ્યા જ્યાં બધા વિદ્યાર્થીઓ ત્યાં આવીને અને ત્યાં ક્લાસ રૂમ ની બહાર અભ્યાસ કરી શકે તેવી જગ્યા અને શારીરિક શિક્ષણ કે જ શેરીમાં શિક્ષણ મળે તેને શારીરિક શિક્ષણ કહેવાય શિક્ષણ દરમિયાન મને ભણાવામાં મજા પડી કે ક્લાસ રૂમ ની બહાર ભણાવું એટલું જ ગમ્યું જેટલું મારા ભણવાના સમયે કુદરતી વાતાવરણના મને બેસીને ભણું ગમતું હતું. 

        સૌપ્રથમ તેના શિક્ષક જયેશભાઈ અને નિરવ ભાઈ તથા શ્રુતિ બેન અમને તો શિક્ષણ શહેરની મુલાકાત કરાવી ત્યારથી પરિચિત કરાવ્યા આમ પણ ત્યારે વરસાદની સીઝન ચાલતી હતી કોરોના ની ગાડી લઈને કારણે થોડા થોડા વિદ્યાર્થીઓ હાજર રહેતા હતા પહેલા થોડા દિવસોમાં પરિચય થયો વિદ્યાર્થીઓ તેમનો પરિચય અમે લીધો ત્યારબાદ અમે આપ્યો તે મને અંગ્રેજીમાં એબીસીડી પોતાના નામના એવી ધીમે ધીમે શરૂઆત કરવા પ્રયત્ન કર્યો કેમ કે આટલા કોરોના સમય પછી જો બાળકોને જકડી રાખવા હોય જે બોલવું હોય તો પેલું પૂછવું પડે તો અઘરું છે તો બાળકો આવે ને અને આપણે કોરોના ના લીધે કોઈને દબાણ પણ કરી શક્યા નહીં. 

       બાળકોને અમારા નવા શિક્ષકો જોઈને ઉત્સુકતા જાગતી રજા પડે ને તો એ જાણીને કેવી રીતે હું જ્યારે મારી શાળામાં હતી અને કોઈ પેડવાળા ભણાવતાં જેવી રીતે હું કરતી ને એવું જ મને જોઇને આજે મને ગરબાનો આનંદ થયો ત્યાર પછીના દિવસથી તો ધોરણ 6 7 અને 8 બધા જ ધોરણના વિદ્યાર્થીઓ સાથે એકવાર સંપર્કમાં આવી ગયા મોટાભાગના વાંચન કરતા હતા શ્રુતલેખન કરતા હતા અને કોરોના ને લીધે ઘણા બધા ને તેમાં મોટાભાગે તકલીફ પડતી હતી. 


      ગુંદાળા શેરી શિક્ષણ ની જગ્યાએ આવી હતી ને કે તમને શું ની આસપાસના બધા ડુંગરાઓ સરસ રીતે બતાવી શકે તમે જ્યારે ત્યાં નેટવર્ક ધરાવતા હોય તો તમારે જંગલ નું ઉદાહરણ આપવું હોય તો તમે સામે આંગળી ચીંધીને કહી શકો તો પછી તમે જ્યારે બાનો વાડો ભણાવતા હોય તો તેમાં તમારે જે વનસ્પતિ વિશે ઉદાહરણ આપવા હોય તો તમે સામે બતાવી શકો એટલું સરસ મજાનું વાતાવરણ હતું. 
        
         ત્યાર પછી અમે લોકોએ ત્યાં પ્રાર્થના સભા શરૂ કરી જેમાં બાળકો ભજન સુવિચાર તથા પ્રશ્નોત્તરી પૂછતા ત્યારબાદ જન્માષ્ટમી નજીક આવતી હોવાથી પ્રથમ પ્રોજેક્ટ તમે જ આપ્યો તે જનમાષ્ટમી ઉપર હતો હિતેશ તે જ સમયગાળા દરમ્યાન જેમાંથી મનગમતું પુસ્તક શોધવા અને ગ્રંથ સમીક્ષા માટે નું વાંચન કરવા માટે પુસ્તકો લીધા. 

          આ અઠવાડિયા દરમિયાન શિક્ષકો સાથે અમારી પ્રથમ મિટિંગ હતી જે ખૂબ જ સપોર્ટ સ્ટાફ છે તે જાણવા મળ્યું કે તેમને જરૂરી વિગતો સમજાવી તથા સૂચનો કર્યા કે હવે પછી તમારે આગળ ના પાઠ કઈ રીતે ટાઈમ ટેબલ માં એડ કરવાના છે. 

   તારીખ 2 /9/2021 થી શાળામાં શિક્ષણકાર્ય શરૂ થયું તેના માટે હું ખૂબ ઉત્સાહિત છે કેમકે સીરીયલ શિક્ષણ પછી અમુક મર્યાદા હતી કે ત્યાં પૂરતી શૈક્ષણિક સાધનોનો જોવા મળતા અને સાચો જ્યારે હોય ત્યારે બને જ્યારે વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરે એ પહેલા દિવસે 7 અધ્યયન નિષ્પતિ ની ટેસ્ટ લેવા આવી. તે સમયમાં અધ્યયન નિષ્પતિ વિશે જાણવા મળ્યું અને અમારા પાઠ આયોજન માટે પણ એ અધ્યયન નિષ્પતિ સિદ્ધ થાય તેવો પ્રયત્ન કરવાનું શરૂ કર્યું અધ્યયન નિષ્પતિ મને ખૂબ ગમે તે બધા વિષયના મારા જ અંગ્રેજી અને ગુજરાતી વિષય ની અધ્યયન નિષ્પતિ તેની અંદર કેવા કેવા હેતુ સિદ્ધ કરવાના છે તે ધ્યાનમાં રાખીને આયોજન બનાવવા મારો પૂરો પ્રયત્ન કર્યો. 


        ધોરણ સાતમાં યુનિટ-૧ માં સ્પેલિંગ ગેમ રમાડી તેની સાથે ગુજરાતી પાઠ બાનાવાડા નું વાંચન કરાવ્યું છે શું થાય કે બાળકને ખબર પડે કે ક્યાં ભૂલ થઈ જાય અને આગલા દિવસે તે પાકો કરીને આવી શકે. 


        હવે ઈન્ટરશિપ દરમિયાન ઘણા બધા દિવસો અનુ સેલિબ્રેશન કરવામાં આવે છે એ દરમ્યાન અમે લોકોએ 4/09 2021 ના રોજ શિક્ષક દિન ઉજવવા માટે તેમને પ્રોત્સાહિત કર્યા અને જરૂરી માહિતી આપી ત્યાર બાદ સીધા અમે સાત તારીખે મળવાનું થયું કેમ કે ભાદરવી ની રજા હતી તો બાળકને તેની પ્રેક્ટિસ કરવા માટેનો સમય પૂરતો મળી રહે ત્યારબાદ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે એની અંદર મોટાભાગના બાળકો ભાગ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું અને એ જોયું કે એક નો એક વિષય ન થાય છે સૌથી વધારે અઘરી વસ્તુ છે સમય પત્રક બનાવો તેની મને સાચી જ આ પહેલીવાર સમયપત્ર બનાવ્યો ત્યારે થઈ બાળકો સરસ રીતે મસ્ત મજાના વેશભૂષામાં સોહામણા લાગી રહ્યા હતા એ જોતા મને મારી મારી શાળાના શિક્ષક દિન ના દિવસો યાદ આવી ગયા ત્યાર પછી છેલ્લે તપાસમાં જે વિદ્યાર્થીઓએ શિક્ષક દિન માં અલગ-અલગ શિક્ષક બને તે પાઠ આપ્યા તે માટે ઇનામ વિતરણ રાખવામાં આવ્યું હતું. 

         શાળાનું વાતાવરણ

        શાળાનું વાતાવરણ જોઇએ તો મેદાન નાનું પણ ઘણા બધા વૃક્ષોથી ભરેલું અને સરસ લાગે છે તથા શાળાના શિક્ષકો સહાયરૂપ કામ કરતા કુલ ગ્લાસની દિવાલો પર બાળકોને ઉપયોગી માહિતી દર્શાવવી તેવા ચિત્ર દોરેલા હતા જેના વિશે આપણે વાત કરીએ તો 
લોક બોલીઓ ના નામ 
એકડા ચડતા ઉતરતા ક્રમમાં એકડા 
 હાઈટમાં પણ 
અંગ્રેજી શરીરના અંગોના નામ 
ગણિત ના આકારો 
ઘડિયા પછી 
શાળાની ભૌતિક નકશો
 નોટિસબોર્ડ 
એબીસીડી ચિત્રો સાથે 
અંગ્રેજી એકડા સ્પેલિંગ સાથે
હિન્દી એકડા
વારના નામ 
ઋતુ ના નામ
ઘડિયાળમાં જોતા કઈ રીતે શીખવું જોઈએ 
તેવા ભિતચિત્ર શાળાની દીવાલ ઉપર રહેતા બાળકો તેની રીતે દરમ્યાન  ચઢતા ઉતરતા તથા દિશાઓ કઈ રીતે ખબર પડે કે આ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ છે તેના ચિત્રો દોર્યા હતા જેના લીધે વિદ્યાર્થી સારી રીતે ગ્રહણ કરી શકે. 

14 સપ્ટેમ્બર ના રોજ હિન્દી દિવસનું આયોજન  જેની અંદર બાળકોએ હિન્દી ભાષા ને લગતા સુવિચારો વાર્તા તથા હીન્દી ગીત તથા ઉત્સવ વિશે તથા તેને લગતા ચિત્રો મૂળાક્ષરો લોભી પર લગાવ્યા હતા આ પ્રવૃત્તિ દરમ્યાન મને કોઈપણ દિવસ વિશે કે સભા વિશે કઈ રીતે સંચાલન કરવું કઈ રીતે મેનેજમેન્ટ કરવું તે શીખવા મળ્યું ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી નીલેશભાઈ દ્વારા ભાષાનું મહત્વ પર ભાષણ આપવામાં આવ્યું અને છેલ્લે અભિનયગીત દ્વારા અમે આ કાર્યક્રમને અંત આવ્યો તેમાં મેં પણ દેશભક્તિ ને લગતું એક હિન્દી ગીતનું ગાન કર્યું અને વિદ્યાર્થીઓને સરસ મજાના સુવિચારો લખીને બોલવા માટે પ્રોત્સાહિત કર્યા. 
      
ડિજિટલ સાધનો

       આ ઇન્ટરનેટ દરમ્યાન ત્યાં આ પ્રોજેક્ટ તથા લેપટોપનો મેં ભરપુર લાભ ઉઠાવ્યો તેની અંદરથી મેં બધા જ યુનિટના છે તે પાઠ જેમકે બાનો વાળો છે તો તેનું એનિમેશન બતાવ્યું હતું તેના અદ્યતન સાધનો અને બાળકોને ભણવામાં વધારે ઉત્સુકતા જાગે બાળકોને હંમેશા બેય એકસાથે કામ કરે તેનાથી વધારે યાદ રહે છે એવું મને પર્સનલી પણ અનુભવ કર્યો ખાલી બાળકને બોલીને ભણાવવા કરતાં તે ચિત્ર સાથે કાર્ટૂન સાથે જ્યારે આ ચલચિત્રો જોવે છે અને સાંભળે છે ત્યારે તેને વાર્તા છે કે જે કઈ વસ્તુ છે એ જલ્દીથી મગજમાં ઉતરી જાય છે અને એકાગ્રતા જળવાય રહે છે. 


શબ્દ પરથી વાક્ય બનાવો

      અત્યારે આપણે જોઈએ ને તો બાળકોને ભાષા સમજાય તો છે પણ તેનું ભાષામાં ઉપયોગ કઈ રીતે ખબર વાક્ય કેવી રીતે બોલવું ને તે સમજ નથી પડતી એવું મેં મારે ઈન્ટરશિપ દરમિયાન નોટિસ કર્યું બાળકોને શબ્દ પરથી વાક્ય બનાવવા માટે તેની તળપદી ભાષા આવી જતી જોવા મળે છે જે શુદ્ધ ભાષા છે તે નથી બોલાતી હોય તે તે શીખવા માટે મેં આ પ્રકારની ચિઠ્ઠી બનાવી શબ્દો લખેલા એની ઉપરથી બાળક બોલે અને ભેદ ન બોલી શકે તો તેના માટે એને હેલ્પ કરવા માટે અલગ અલગ શબ્દો દેવાના આવી પ્રવૃત્તિ મેળો કાર્ય દરમ્યાન કરી હતી. 

     બીજુ એ જોવા મળ્યું કે જ્યારે ચિંતન કર્યું એ તો બાળકોને તેના જે પહેલા ન શકો કરતા નવા શિક્ષકો પાસે ઘણું વધારે ગમે તો એ પણ એવું છે કે આની પછી ક્લાસમાં તમે આવશો હવે તમે ક્યારે આવશો જ્યારે આપણે ભણતા હોય ત્યારે એને એના રેગ્યુલર કરતાં અલગ શીખવાની વધારે ભૂખ હોય છે તે સમયગાળામાં તેના શિક્ષકો પાસે પાંચમો અવલોકન પણ કર્યું એ દરમ્યાન ઇન્સ્પેક્ટર શાળાની મુલાકાતે આવતા અઠવાડિયામાં એકવાર ત્યારે અમે લોકોએ શિક્ષક કઈ રીતે ભણાવે છે તેની પદ્ધતિ કઈ રીતે રીત કઈ છે અનુભવ દ્વારા અમે ઘણું બધું શીખ્યા તેની પાસેથી તથા એ આપણને અમુક સૂચનો કર્યા જેના લીધે મારે ભણાવવાની પદ્ધતિ માં હું એની સારી રીતો અપનાવી અને પ્રયોગ કરી શકું. 

        બાનાવાડા અંતર્ગત બાળકો પાસે પ્રોજેક્ટ કરાવ્યો તેમાં બાળકો મોટા ભાગના મજૂર વર્ગના હતા વાડી વાડી માં ખેતીમાં કામ કરતા હોય તેવા જ આર્થિક રીતે નબળા હતા પરંતુ તેની પાસે વનસ્પતિની વૃક્ષોની વગેરે વસ્તુઓ ની માહિતી હતી જેની ઉપર મે નિબંધ લખવા આપ્યો હતો વૃક્ષો આપણા મિત્રો.  હા નિબંધ અંતર્ગત એક વિદ્યાર્થીની ઈચ્છા નામની અને તેને ખુબ સરસ નિબંધ લખ્યો હતો એની અંદર ગ્રુપમાં એટલા સરસ ઉપયોગ કયા મને એમ થયું કે આટલી નાની ને કઈ રીતે ખબર પડ્યો છે પણ મોટા ભાગના વિદ્યાર્થી હતા જે મોબાઈલનો ઉપયોગ સાચા અર્થમાં ભણવા માટે કરે છે youtube માંથી આવી વસ્તુ શોધી ને લખે છે જે તેને સામગ્રી શોધવા માટે અત્યારથી જ તૈયાર થઈ ગયા છે તથા અમુક લોકો તેના દાદા પાસેથી શીખીને પણ સરસ રીતે લખતા હતા ત્યારબાદ એક ચાર્ટ બનાવવાનો હતો જેની અંદર અલગ અલગ વનસ્પતિના પર્ણ લઈ તેનો ઉપયોગ ગુણધર્મ અને તેને લખીને નોટિસ બોર્ડ ઉપર મૂક્યા. 
 રમતોત્સવ ઉત્સવ નું આયોજન

તારીખ 18 9 2021 ના દિવસે રમતોત્સવનું આયોજન કર્યું હતું જૈન અંદર ધોરણ છ અને સાત ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં કંઇક આ પ્રકારના રમતોનો સમાવેશ થાય છે. 

સંગીત ખુરશી
 ત્રિપગી દોડ 
દોડ 
લોટ ફુકણી 
લીંબુચમચી
કોથળા દોડ 
રસ્સાખેચ 
ખો ખો
આ કાર્યક્રમ દરમ્યાન મને કઈ રીતે મેનેજમેન્ટ કરવું કાર્યક્રમ કરવા માટે કેટલી મહેનત માંગી લે છે તે માટેનું આયોજન કરવા માટે સંપૂર્ણ મને સફળતાપૂર્વક પ્રતિકાર મળ્યો તે માટે ખુબ આભારી છું. 
      ત્યાર પછીના અઠવાડિયામાં એકમ કસોટી લેવાથી તેમા અમે શિક્ષકોને એકમ કસોટી ચેક કરવામાં મદદરૂપ થતા ત્યારબાદ બાળકોના રસ પૃથ્વી વિચારોને જાણતા થયા તેની સાથે અમારી આત્મીયતા બંધાઈ ગઈ ત્યાર પછી ધોરણ સાતમાં સોહન વાળી સ્ટોરી ભણવામાં ખૂબ આનંદ આવ્યો તે વાર્તા ની અંદર ઉદાહરણ એટલે રસપ્રદ હતા કે બાળકોને ખૂબ મજા પડી જતી જેમકે golden leaf લોંગ લેખ-૪ price અને રાજાને અને રાજકુમારી ની વાર્તા છે આપણે બાળપણથી સાંભળતા આવ્યા હોય છે.  તે દરમિયાન લોકગીત વિશે તથા માલમ હલેસા તુ માર એના વિશે શબ્દકોશ વિશ્વકોશ આ અંગે માહિતી આપી તે પુસ્તક બતાવે તેનો ઉપયોગ કઈ રીતે કરવો એ ધોરણ 6માં અને સાત ત્યારબાદ આઠમા ધોરણમાં એના વિશે માહિતી આપી શાળામાં વરસાદનું વાતાવરણ કઈ રીતે શિક્ષણમાં બની રહે તે કઈ રીતે કેળવાય તે મારામાં skills વિકસી. 

       અંગ્રેજી શીખવા માટે બાળકો ઘણાં ઉત્સાહી હતા તેમાં ધોરણ છ ની અંદર જે એક્ટિવિટી આવે છે ખૂબ મનથી લોકોએ કરી ઋતુઓના નામ વાર ના નામ સિઝન પ્રમાણે શાકભાજી રોજબરોજની વસ્તુઓ ટેબલ-ખુરશી વર્તમાનકાળ ભૂતકાળ નવી વસ્તુઓ આવું ઘણું બધું શીખવા મળ્યું ત્યારબાદ પરીક્ષામાં કઈ રીતે સુપરવિઝન કરવું તે મને શીખવા મળ્યું બાળકોને યુનિટની સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિ વધારે જોતા શીખવ્યું ત્યારબાદ તેમાં બાળકોને જે હાલમાં ચાલતી ટીવી સિરિયલોના ઉદાહરણો જઈને કાર્ટૂન જેવી ફિલ્મોના ઉદાહરણ દ્વારા તેમને ગણવામાં આવે તો તેમને વધારે રસ જાગે છે ધોરણ 6માં અકબર બીરબલ ની વાત કહેતા બાળક પાસેથી ઘણા બધા પ્રશ્નો પ્રશ્નો આવ્યા શુકન-અપશુકનની તેની પાસેથી ઘણું બધું જાણવા મળ્યું બાળકો પાસે ઓઢવ ઉદાહરણ હતા. 
અઠવાડિયા દરમિયાન નર્સરીની વિઝીટ લેવાની તે વૃક્ષારોપણ માટે ત્યારબાદ તે દિવસે છેલ્લા બે લેટર માં રમતોત્સવનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું ત્યાર પછી અમે આવ્યાના 15 દિવસ ઉપર થઈ ગયેલું એટલા માટે અમે યુનિટ ટેસ્ટ નું આયોજન કરેલું બાળકોને આરટિકલ એ એન ધ ક્યાં વાપરવા કઈ રીતે વાપરવા ઉચ્ચારણ કઈ રીતે કરવો તે  શીખવ્યું. 

      

આચાર્ય સાથેની મિટિંગ
     વરસાદ હોવાથી બાળકોને રજા હતી અને એ સમયનો લાભ ઉઠાવી અમારે પ્રિન્સિપાલ સાથે મિટિંગ થઈ મીટીંગમાં શાળા વહીવટી કાર્યો ફાઈલો જોઈ અને મુખ્ય વાત કેસરના એક્સપિરિયન્સ વિશે અહેવાલી કરણ માટેની વિગતો ચકાસી સરેરાશ એક્સપિરિયન્સ કીધા કેન્દ્રવતી શાળા ની અંદર કેટલી શાળાઓ હિંદુ હોય છે 8 શાળાઓનું સંચાલન ત્યાંથી થાય છે તેવી બાબતોની અમને ચર્ચા કરી સર્વિસબુક બતાવી પગાર ધોરણો વિશે ચર્ચા કરી ત્યારબાદ બધા પત્રકો છે તેની કયા એ પત્ર કહેવાય કયા સિંહ કહેવાય પછી રજીસ્ટર બતાવ્યું ત્યારબાદ નિલેશકુમાર નાથાણી દ્વારા જ ગણિત-વિજ્ઞાન પ્રાથમિક શાળા પાઠ્ય પુસ્તકોમાં જે જે પ્રકરણો છે તેના દ્વારા સિલેક્ટ કરવામાં આવ્યા છે ત્યાર પછી તેમણે નક્કી કર્યું કે દર અઠવાડિયે એક વાર તો સર ને મળવું લીધે તેના જ્ઞાનનો અમે લાભ ઉઠાવી શકીએ તેમનું ડિજિટલ કામ પણ એટલું સરસ છે તેમને પોર્ટફોલિયો તથા કહુટ quiz રમ્યા. હરારીની હોમોસેપિયન્સ brif  history of tomorrow વિશે માર્ગદર્શન આપ્યું. 

    
 FLN બાળકો

    ત્યાર પછીના દિવસોમાં મોટાભાગે અમે વાંચન અને લેખન ન આવડતું હોય તેવા બાળકો ને પણ આવ્યો અને વચ્ચે ક્લાસ ની અંદર જે બાળકોને નથી આવડતું તે બાળકો પાસે ચિત્રો દોર્યા આકાર શીખવ્યા કઈ રીતે અને કક્કો શીખવો અને સાદા બાદબાકી ગુણાકાર ભાગાકાર જેવી અલગ અલગ પ્રવૃત્તિ કરતા શીખવ્યું.

   
      આ સમયગાળા દરમિયાન અમુક બાળકો ને ધ્યાન આપ્યું તો એટલું સરસ રીતે શકતા તે રોજનું કામ કરીને આવતા અને જ્યારે અમારી ઇન્ટરશીપ પુરી થવા આવે ત્યારે બાળકો સરસ રીતે જોડીયા શબ્દ પણ વાંચતા થઈ ગયા અંગ્રેજી કક્કો આવડી ગયો અંગ્રેજીમાં નામ લખતા આવડી ગયું 10 સુધી પાકા થઈ ગયા એમ ૮૦ ટકા જેટલું રીઝલ્ટ અમને ત્યાં જોવા મળ્યું.

    4 10 2019 ના રોજ ગાંધી જયંતી તથા લાલ બહાદુર શાસ્ત્રી ઉપર વકૃત્વ સ્પર્ધા  કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લે અને પોતાનું વકૃત્વ પ્રસ્તુત કર્યું ત્યારબાદ અમે શાળાની અંદર મેં ગુજરાતી વિષય ધોરણ છ ની અંદર પાદર પાઠ વિશે માહિતી આપી તથા તળપદા શબ્દો ની જાણકારી એક વસ્તુ એ નોટિસ તરીકે ગામ પ્રમાણે કેવી રીતે તેને બાર ગામે બોલી બદલાય તેવી રીતે ત્યાં પ્રોપર ગુંદાળા ની અમુક શબ્દો હતા તે બાળકો રેગ્યુલર બોલતા હતા તેનાથી પરિચિત થઈ. 

Proxy લેક્ચર

    આ દરમ્યાન મને મારા વિષય ગુજરાતી તથા અંગ્રેજી સિવાય પણ બીજા વિષયમાં પાસ લેવાનું મોકો મળ્યો ધોની અને સામાજિક વિજ્ઞાન પર્યાવરણ વિશે ગુજરાતી ની અંદર કેવી રીતે અલગ અલગ વિષયોમાં પાંચ લેવાનું નક્કી કર્યું જેની અંદર અને સામાજિક માં વન્ય જીવોની સુરક્ષા તથા સંસાધનની માહિતી માટે એનિમેશન બતાવ્યું. વન્યજીવ સપ્તાહ પણ તે સમયગાળા દરમિયાન ચાલતું હતું તે માટે જંગલ બુક સેવા ઉદાહરણો તથા એનિમેશન અને એલિફન્ટ સ્ટોરી ધોરણ આઠમાં અને સાતમા બતાવી જેનાથી બાળકો પ્રાણીઓ પ્રત્યે અને પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને તેની રક્ષા કરે અને ઘણી બધી એમાંથી સામાન્ય જ્ઞાન પણ પ્રાપ્ત થયું તેમજ ધોરણ આઠ માં ભારતની આધુનિક કળાઓ અને હસ્તકલા ચિત્રકલા તથા સ્થાપત્ય વિશે જાણકારી તેમને સમજાવ્યું કલા ને શું કહેવાય તેની આસપાસ રહેલા સિહોર શહેરની અંદર કેટલા સ્થાપત્યો છે જેમકે બ્રહ્મકુંડ છે દરબાર ગઢ છે સાત શેરી વિશે ચર્ચા કરી ત્યારબાદ તે લોકોને જાતે જાણી ને લાવવા પણ કર્યો જેના લીધે તે ઘરે પણ ઈતિહાસ જાણે અને તેને જાણવા માટે તત્પર બને તેવી જ રીતે ધોરણ છ ની અંદર ભૂમિસ્વરૂપો વાતાવરણ જલાવરણ અને મૃદાવરણ વિશે પણ માહિતી મેળવી તે દરમ્યાન એક શિક્ષક વિજ્ઞાન હતા જે અલગ-અલગ કારણો તથા વૃક્ષોને ગાર્ડનમાં લઈને બાળકોને ભણાવતા હતા અને વૃક્ષોના નામ પૂરતા હતા જેનાથી બાળકો વનસ્પતિને ઓળખતા શીખવું છે. 

શૈક્ષણિક પ્રવૃત્તિ

  સર્કલ બોલ
 શબ્દ પરથી વાક્ય 
ચિઠ્ઠી જોઈને વાક્યો
 પાંદડા નો ચાર્ટ બનાવી પ્રવૃત્તિ કરવી 
જોડકા જોડવા 
ઋતુઓના નામ 
અંગ્રેજી માં શાકભાજી ના નામ 
વાર ના નામ બ્ર
હ્માંડ નું ચિત્ર 
ગ્રહો ના અંગ્રેજી નામ 
જૂથ ચર્ચા
 અભિનય
વૃક્ષો બચાવો પર ચિત્ર
જેવી પ્રવૃત્તિઓ કરી.

સ્પેશિયલ દિવસો ઉજવ્યા

જન્માષ્ટમી 
શિક્ષક દિનની ઉજવણી 
હિન્દી દિવસ ની ઉજવણી
 રમતોત્સવ
 વૃક્ષારોપણ
 ગાંધી જયંતિ 
લાલ બહાદુર શાસ્ત્રી 
 ચિત્ર સ્પર્ધા
 નવરાત્રી 
ડીશ શણગારવી
મેંદી સ્પર્ધા 
ગારા ના રમકડા બનાવવા
જેવી સ્પર્ધાઓનું આયોજન કર્યું તથા બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને અમારી ઇન્ટર્નશીપ ને ચાર ચાંદ લગાવી દીધા.
   જ્યારે ઈન્ટરનેટ નો છેલ્લો દિવસ હતો ત્યારે અમારી શાળામાં 70થી જાગૃતીબેન જેવી જીત માટે આવ્યા હતા તેની મુલાકાત થઈ તથા તેની વિશે વાતચીત કરીને મજા પડી ત્યારબાદ હવે અમારે અહીંયા શાળાના બે મહિના કેવી રીતે પૂરા થઈ ગયા તે ખબર ન પડી એટલો સરસ બાળકોનો તથા વિદ્યાર્થીઓનો તેમજ શિક્ષકો નો સાથ સહકાર રહ્યો અને અમારે ઇન્ટનશીપ સરસ રીતે પૂર્ણ થી ત્યાર બાદ છેલ્લા દિવસે અમારા પ્રિન્સિપાલ દ્વારા એક મિટિંગ બનાવી જેની અંદર અમારો વિદાય સમારંભ રાખવામાં આવ્યો અને જરૂરી સૂચનાઓ આપી અને ભાગ લેવા માટે અમે કામ કર્યું તેની માટે અમને ધન્યવાદ કર્યા અને તેમનો આભાર માન્યો તે તેમને બધી વસ્તુ અમારી ઉપર આપીને અમને સક્ષમ બનાવ્યા અને સાચી રીતે ઇન્ટર્નશીપ સાર્થક થાય તેવું માર્ગદર્શન અને વાતાવરણ પૂરૂ પાડ્યું જેના લીધે આવનારા સમયમાં અમે શ્રેષ્ઠ શિક્ષક જઈ શકીએ તેવી તાલીમ અમને આ મને શાળા દ્વારા પ્રાપ્ત થતી તેની માટે બધા શિક્ષકો તથા ત્યાંના પ્રિન્સિપાલ નો આભાર માનું છું અનુભવો મારી એક શિક્ષક તરીકેની સફરમાં યાદગાર અનુભવ બની રહેશે આભાર.
      

          


        

     

Tuesday, 21 December 2021

ગ્રંથ સમીક્ષા

                         ગ્રંથ સમીક્ષા


નામ :- ચૌહાણ ઉર્વશી નવલસંગભાઈ
સેમેસ્ટર :- 3rd
ઇમેલ :- urvashichauhan157@gmail.com
 કોલેજ :- શ્રી ગુલાબભાઈ હ .સંઘવી બી.એડ કોલેજ ભાવનગર
વિષય :-ગ્રંથ સમીક્ષા
વિષયાંગ :-તત્વમસિ
રોલ નંબર  :- 29


                અનુક્રમણિકા


- પ્રસ્તાવના 
-બુક રીવ્યુ એટલે શું ?
-ગ્રંથ સમીક્ષા એટલે શું ?શા માટે ?
*પુસ્તકના બાહ્ય લક્ષણો 
-પુસ્તકનું નામ
- લેખકનું નામ 
-પ્રકાશક 
-પુસ્તક ની કિંમત 
-પુસ્તકનો પ્રકાર
- પુસ્તકનું કદ 
-પુસ્તકના કાગળ 
-આકાર 
-આવૃત્તિ
-પુસ્તકની બાંધણી
- મુદ્રા અને છાપકામ
- મુખપૃષ્ટ



                         પ્રસ્તાવના 

* ગ્રંથ સમીક્ષા એટલે શું ?શા માટે? 

              આપણે ઘણા બધા પુસ્તકો વાંચીએ છીએ અને અમુક પુસ્તકો સારા લાગે તે આપણે રાખી પણ લઈએ છીએ. અને બુક રીવ્યુ નો અભ્યાસ પણ કર્યો હોય. સામાન્ય આપણને પ્રશ્ન થાય કે આવું કર્યું એટલે શું? તેનો સામાન્ય અર્થ જોઈએ તો કોઈ પણ પુસ્તક ઉપર પોતાના વિચારોને રજૂ કરવા.અથવા તો તે પુસ્તક ઉપર પોતાનું વિવેચન આપવો કે ચિંતન કરવું .જેને ઈંગ્લીશમાં આપણે જે ને ક્રિટિસિસમ કર્યું એવું પણ કહી શકીએ છીએ. તેમાં શું વર્ણન છે ?લેખક નો હેતુ શું છે ?એમાંથી તમને શું અર્થ મળ્યો એની સાથોસાથ લેખકના વિચારો કેવા છે? આમ ટૂંકમાં કહીએ તો બુક રીવ્યુ એટલે સમગ્ર બુક ને ટૂંકમાં પરિચય. 

       મુખ્ય હેતુ જ્યારે પણ આપણે આપણા રસના પુસ્તકો વાતે તેના ઉપર આપણો પ્રતિભાવ રજૂ કરવું કેવી રીતે આપણે થિયેટરમાં ફિલ્મ જોયા પછી કેવું લાગ્યું તેનો અભિપ્રાય આપીએ છીએ તેવી રીતે પુસ્તક કેવું લાગ્યું તેના વિચારો કેવા લાગ્યા તેની ઉપર જો આપણે ટિપ્પણી કરીએ છીએ વિવેચન કરીએ છીએ જે ક્રિટિસિસમ કરીએ છીએ શું ગમ્યું ન ગમ્યું વગેરે બાબતને આપણે બુક રીવ્યુ કહીશું. 


લેખકનો પરિચય 

                   ધ્રુવ ભટ્ટ


         જન્મ  :- 8 મે ૧૯૪૭ ના રોજ ભાવનગર જિલ્લામાં   નિંગાળા (હવે બોટાદ જિલ્લામાં) થયો હતો. તેમનો અભ્યાસ વિવિધ જગ્યાએ થયો. તેઓએ જાફરાબાદમાં ૧ થી ૪ ધોરણ અને કેશોદમાંથી મેટ્રિકનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે વાણિજ્યમાં બીજા વર્ષ સુધીના અભ્યાસ બાદ વધુ અભ્યાસ પડતો મૂક્યો હતો. ૧૯૭૨માં તેઓ ગુજરાત મશીન મેન્યુફેક્ચરર્સના સેલ્સ સુપરવાઈઝર તરીકે જોડાયા. સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને લખવાનું શરૂ કર્યું. તેમણે દિવ્યા ભટ્ટ સાથે લગ્ન કર્યા. તેમના પુત્ર દેવવ્રતનો ૧૯૭૬માં અને તેમની પુત્રી શિવાનીનો ૧૯૮૦માં જન્મ થયો હતો.

તેમની પ્રથમ નવલકથા અગ્નિકન્યા ૧૯૮૮માં પ્રકાશિત થઇ હતી, જે મહાભારત પર આધારિત હતી. ખોવાયેલું નગર તેમનું બાળકો માટેનું પુસ્તક છે, જે ૧૯૮૦માં પ્રકાશિત થયું હતું. 

ધ્રુવ ભટ્ટના પુસ્તકોનો હિંદી, મરાઠી અને અંગ્રેજીમાં અનુવાદ થયેલો છે. 

પુરસ્કાર

તેમની નવલકથા તત્વમસિ માટે તેમને ૨૦૦૨માં સાહિત્ય અકાદમી પુરસ્કારઅને ૧૯૯૮-૯૯નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. ૨૦૦૫માં તેમને દર્શક ફાઉન્ડેશન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ગાય તેના ગીત માટે ગુજરાતી સાહિત્ય પરિષદ અને અતરાપી અને કર્ણલોક માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને પારિતોષિકો પ્રાપ્ત થયા હતા

         

 પ્રકાશક :- ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
              અમરભાઈ ઠાકોર લાલ શાહ, રતનપોળનાકા સામે ગાંધીમાર્ગ અમદાવાદ -380001

ટાઇપ સેટિંગ  :- શારદા મુદ્રણાલય

મુદ્રક :- ભગવતી ઓફસેટ
        બંસીધર એસ્ટેટ ,બારડોલપુરા અમદાવાદ 380004

કિંમત :- 160

પૃષ્ઠ :- 8+232
નકલ :- 1250

પુનમુદ્રણ :- જુલાઈ 2015
પ્રથમ આવૃત્તિ  :-1998
પુનમુદ્રણો :- 2001,2003,2005,2007,2012,2013

આવરણ: ફોટોગ્રાફ :સુરેશ પારેખ

પ્રકરણ  :- ૨૬

પુસ્તકનો પ્રકાર :- નવલકથા


         ભારત વર્ષના ઉત્તર અને દક્ષિણ ભાગને
                   સાંધતી - બાંધતી, ઉભયાનવી ,
                               ભુવનમોહિની મહાનદી 
                                                  નર્મદા.......... 

" તત્વમસિ" - તમે જ સર્વસ્વ છો.કોઈને આ શબ્દ કેવું અને તેને વાતોમાં અર્થ કરવો કેટલું મુશ્કેલ છે આપણે મોટેભાગે " અહમ બ્રહ્માસ્મિ   " મા માનીએ છીએ હું રહું છું અથવા હું જ સર્વસ્વ છું પરંતુ ધ્રુવ ભટ્ટ નવલકથાનું શીર્ષક તત્વ મસી છે અને નવલકથા ખરેખર આપણને એવું જ અનુભવ કરાવી શકે છે ધ્રુવ ભટ્ટની ગુજરાતી નવલકથાકાર અને કવિ છે તેમણે 1998માં લખ્યું છેને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો અને તે તેમની આ નોંધપાત્ર કૃતિ માનવામાં આવે છે.

        
      ધુવ ભટૃ ની આ બીજી નોવેલ વાચુ છુ. સમુદ્રાન્તીકે પછી.આ નવલકથાનું પોસ્ટર જ ઘણું આ બુક વીશે કહી જાય છે. આખી નોવેલ નર્મદા ફરતે વિટળાયેલી છે. બુક પણ નદિ ના પ્રવાહ ની જેમ અલગ અલગ મોડ પર વહેતી જાય છે. 

      વાર્તાકાર એક વિદ્યાર્થીની ડાયરી વાંચી રહ્યો છે જે વિદેશથી ભારતમાં નર્મદા નદી પાસે આવેલા ગામમાં આવ્યો છે આદિવાસી લોકોનો અભ્યાસ કરવા તેમની માનવ શક્તિઓને અલગ અલગ રીતે ઉત્પાદિત વિકસાવવા તેનો ઉપયોગ કરવા માટે પરંતુ તેણે ત્યાંથી વાસી લોકો સાથે રેવાનું સમાપ્ત કર્યું તૃપ્તિ ખૂબ જ શુદ્ધ ગુજરાતી ભાષાનો ઉપયોગ કર્યો છે તથા સાથે સાથે આદિવાસી લોકોની બોલચાલની ભાષા પણ દર્શાવે છે તેમણે પ્રકૃતિને ખૂબ જ સુંદર રીતે જ રીતે કર્યું છે તે દરેક વસ્તુને લાગણીઓ વિશેની ખૂબ જ નાની વિગતો અને શબ્દોમાં વ્યક્ત કરી શકે છે નવલકથામાં લખ્યું છે તે કેટલીક લાગણીઓ માટે તે યોગ્ય શબ્દ શોધી શકતા નથી.

     લે ખાઇ લે ' એવા રસપ્રદ વાકય થી થાય છે. ત્યાર થી જ સસ્પેન્સ શરૂ થાય છે. ડાયરી માંથી સ્ટોરી વાંચતિ જાય છે. નરેટર નું નામ ક્યાંય નથી.
  અમેરિકન પ્રોફેસર રુડોલ્ફ તેના સ્ટુડન્ટ ને ઇન્ડિયા માં આદિવાસી ના અભ્યાસ પ્રોજેક્ટ માટે ભારત મોકલે છે જે 18 વરસે તેના વતન આવે છે. ઉત્સાહ વગર
   બુક આદિવાસી ની લાક્ષણિકતા દર્શાવે છે . માનવ જીવન ની પ્રકૃતિ ની ઝલક એમાં અનુભવી શકાય છે.
આ બુક ના પાત્રો જેવા ક સુપ્રિયા,બીતુબંગા, શાસ્ત્રી કાકા,ગુપ્તાજી,પુરીયા,વિષ્ણુમસ્તાર, પર્વતી બા, કાલેવાલી માં , ગંડું ફકીર વગેરે ખૂબ ચીવટ આકયા છે .
  સુપ્રિયા જેવી યંગ છોકરી આવા વિસ્તાર કામ કરે છે .બધી વાત એટલી સ્પષ્ટ રીતે વિચારી શકે છે . લેખક ની ભાષા આદિવાસી ની બોલવાની છટા આકર્ષિ જાય છે.
ભારત ની કુટુંબ પ્રથા, સંસ્કૃતિ કચ્છ નું ગામડું એકબીજા પ્રત્યે પેમ નાનિમાં ની સમજ શક્તિ ભારતીય સંસ્કૃતિ બતાવાય છે.
   લેખક ક્યારે એક વાત માંથી બીજી વાત માં લઇ જાય છે તે ખબર નથી રેતી. જેમ નદી એક સ્થળ ને બીજા સ્થળ સાથે સહેલાઇ થઈ જોડે છે તેમ નોવેલ પણ વર્તમાન માંથી ભૂતકાળ માં સરી પડે છે.
  વાંચતી વખતે આપણે ખુદ તેમાં એક પાત્ર હોય તેવું લાગે . બધું નજર સામે રચાઈ છે. એ ટાઈમ ના ધર્મગુરુ એવા શાસ્ત્રી કાકા કેટલું તાર્કિક ને ધર્મ થી અલગ વિચારે છે . તે ખૂબ પ્રભાવશાલિ માણસ છે. શિવમંદિર ના તે પૂજારી ને દાદ દેવી પડે જેવી સમજણ તેના માં છે તે આજ ના પૂજારી માં જરા જેટલી પણ નથી રહી .તેનું અર્થઘટન રસપ્રદ છે . તે મને છે કે બધા રીતરિવાજ કંઈક મોરલ લઈને બનાવેલ છે. ને પ્રકૃતિ ને અનુરૂપ બનાવાય છે .
  સુપરિયા ટેકનોલોજી અને પ્રાચીન સંસ્કૃતિ વચ્ચે સારું બેલેન્સ જાળવવાની ક્ષમતા ધરાવે છે . તે જોય મને ગમ્યુ.
   ભારત ના કલચર માં કંઈક તત્વ તો એવું છે જે બધા માં કોમન જોવા મળે છે.મહાભારત નો ઉલ્લેખ છે આપણે વાંચી હોય કે ન વાંચી હોય પણ જાણે અજાણે તેના વિશે બધા ભારતીયો જાને જ છે. તે સાબિત થાય છે.
   જંગલ ની સુંદરતા થી લઈને તેનું ક્રુરતાનું વાસ્તવિક સ્વરૂપ આલખ્યુ છે. એક લાઈન મને સાચી લાગી
જગત દેખાય તેટલું રમ્ય નથી
એક જ રંગ ની અલગ અલગ જાંય નું પ્રતિબિંબ અને ઉજ્જડ વન બતાવ્યું છે.
   નર્મદામાં સિક્કો ફેંકવાની પ્રથા શ્રધ્ધા અને અંધશ્રદ્ધા નો ડિફ્રન્સ, સંગીતના સાધનો, ફૂલોની ખેતી, કુબેર બાગાન મધપૂડા ની ખેતી વગેરે બદલાવ આવ્યા નું વર્ણન છે.
   સૌથી વધારે ધ્યાન ખેચે તેવા પાત્ર બીતુબંગાબંને અલગ માણસ છતા સાથે બોલાઈ તેમની કલાકૃતિ સોભદરા બાગાન, ગલ સંડો (ડેમ) કાલ્પનિક વસ્તુ ને વાસ્તવિ માની બેસવી. બધી વસ્તુ ની પોતાની અલગ ડિસિક્સનરી છે તેની પાસે.
   આ બુક માં બીજું ઘણું જાણવા મળે છે – તારલાઓ નું જ્ઞાન, મધપૂડા ની જાણકારી, શ્વાનમંડળ ની આકૃતિ. તારક અને વ્યાધ યુગમ(જોડિયા) તારા નું જ્ઞાન અભણ આદિવાસી પાસેથી મલે છે.ગંડું ફકીર ની જીવન ફિલોસોફી કલેવાલીમાં માં શ્રધ્ધા ભલે રીત અલગ પણ. મોરલ એક.
    ઉચ્ચ સંસ્કૃત ભાષા ના જોડિયા શબ્દો નું નિર્માણ કરતા અને એક પણ જોડિયા શબ્દો ન બોલી સકતા માણસો છતા જીવન દ્રષ્ટિ એક જ છે. તે આમાં જોય શકાય છે.
    સમાજ ની નજીક માં નજીક એક શિક્ષક જ રહી શકે તે હાલ માં અને ત્યારે પણ મનાતું.
  દરેક માનવ કોઈ એક એવો નિર્ણય લેવા માં કેયલીય દ્વિધા અનુભવે છે તે બીતા ના પાત્ર થી જોય શકાય છે .છેલ્લે એ વાઘણ ને છોડી મુકવી જે તેના ભાઈ ને ભરખી ગઈ છે તેને પોતાના જ હાથે છોડી મુકવી કઈ સહેલી વેત નથી .
  શરૂ વરસાદે ડાંગર રોપતા ખેડૂતો ને જોવું જેટલું સારું લાગે છે તેટલુંજ તે કામ કરવા થી કેટલી અસહ્ય વેદના થાય તે કર્યા પછી સમજાય.
   હરીખોહ નો રમ્ય નજારો જોવો, ગળસંડો માં નહાવું, રાનીગુફા, જીંદા સાગબન નું વૃક્ષ , નદી ના વર્ણનો માં ખોવાઈ જાયે છીએ . જાણે હું પોતે એ બધું અનુભવી રહી હોય તેવું લાગે વાંચતા.
   સૌથી વધુ આકરક્ષિત કરતું પાત્ર પૂરીયા. હરતી કૂદતી,ગીત ગતિ બિન્દાસ, મસ્તમોલા. ઘણા દુઃખો ને ઊંડે મૂકી જીવનની મજા માણતી ધનવાન વ્યક્તિ પણ ન જીવી શકે તેવી હળવાશ ને નિખાલસતા તેના આંખો ને મુખ પર છલકાઈ છે. જીવન જીવવા ની રીત શીખવા જેવી છે એનામાં બસ છેલ્લે તેનું સુ થયું તે દર્શાવ્યું નથી. કોઈ આપડી ખૂબ નજીકની વ્યકતી જ આપણા પર શક કરે તેની કેટલી અસર આપડા માનસ પર થાય તે રીફલેક્ટ કરે છે.
   એમોશન્સ ને ફીલિંગ ની વેલ્યુ ન કરનારો આ સ્ટુડન્ટ સાવ ત્યાંનો જ બની રહી જાય છે.
  બીજી માજા ની વાત એ છે બુક નું પેલું વાક્ય કોણ બોલે છે તે બુક ની છેલ્લી લાઈન માં ખબર પડે છે. I think  તે પણ ઓપન ending છે . તે ને એસ અ આદિવાસી બાલા સમજવી કે નર્મદા નું સ્વરૂપ તે રીડર પર છોડ્યું છે તેવુ મને લાગે છે. આ નોવેલ વાંચવાની મને ખૂબ મજા પડી. આદિવાસી જંગલ વિશે પહેલી વાર આટલું જાણવાનું ગમ્યું. હજી સેજ આગળ લખીને પુરી કરી હોત એવું મને થયું.

  આ પુસ્તક પરથી ગુજરાતી ફિલ્મ પણ બની છે મુવી માં કેટલા ફેરફાર છે કે જ્યારે રિલીઝ થઈ ત્યારે talk of the town પણ બન્યા હતા અહીં ફિલ્મ રેવા ની લીંક છે.
thank you






case study

 Case study

Iiteગાંધીનગર  સંલગ્ન
કોલેજ :- શ્રી ગુલાબરાય સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય ભાવનગર
નામ :- ચૌહાણ  ઉર્વશી એન. 
સેમેસ્ટર :3
 રોલ નંબર :- 29




વ્યાખ્યા:- વ્યક્તિ અભ્યાસ એક ગુણાત્મક વેચન નું રૂપ છે. જેમા કોઈ વ્યક્તિ પરિસ્થિતિ અથવા સંસ્થાને ખૂબ જ સાવધાની સાથે પૂર્વાવલોકન કરવામાં આવે છે. 


વ્યક્તિ અભ્યાસ એટલે : કોઈ એક વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ અને સંબંધિત આ બધા પાસાઓ નો વિચાર કરવો તે અભ્યાસ ના એકમ તરીકે એક વ્યક્તિએ કુટુંબ એક જૂથ કોઈ સામાજિક સંસ્થા કે સમાજ હોઈ શકે. 
    વ્યક્તિ અભ્યાસ દરમ્યાન વ્યક્તિ કે સંસ્થા વિશે ઉન્નતિ અને વિગત પૂર્ણ માહિતી એકઠી કરવી જરૂરી છે આવી માહિતીના આધારે વ્યક્તિની સમસ્યા કે વિશેષતા નું નિદાન થઇ શકે છે બી.એડ અભ્યાસક્રમ વિશિષ્ટ બાળકો નો વ્યક્તિ અભ્યાસ કરવાનો હોય તે માટે વ્યક્તિ અભ્યાસ ની સંકલ્પના સોપાનો ઉદાહરણ લાભ જેવી બાબતો સમજવી જરૂરી છે જે અહીં પ્રસ્તુત છે. 

       સ્ત્રોત

~ વ્યક્તિ કે સંસ્થા નું સામાન્ય નિરીક્ષણ
~ વ્યક્તિ કે સંસ્થાની મુલાકાત 
~મનોવૈજ્ઞાનિક કસોટી સંસ્થાના રેકોર્ડ 
~વિદ્યાર્થીની શારીરિક તપાસ 
~વ્યક્તિ માટે મનોચિકિત્સકના રિપોર્ટ
~ સંસ્થાની ભૌતિક સુવિધાઓ અને આચાર્ય વગેરે 
~ વ્યક્તિના શોખ સંસ્થાની પ્રવૃત્તિ 
~વ્યક્તિનો સામાજિકતા આલેખ 
~સંસ્થા માટે અન્ય દ્વારા ક્રમાંકન

સોપાનો

અભ્યાસ માટે વ્યક્તિની પસંદગી 
•માહિતીનું એકત્રીકરણ
• ઉતકલ્પના ની રચના
• કારણોની તપાસ અને સુચત ઉપચાર
• વ્યક્તિ સંબંધી અનુકાર્ય

વિશેષતાઓ

* એકમ વિશેની ભૂતકાળ વર્તમાનકાળ ભવિષ્યકાળ બાબતોનો સમાવેશ કરી શકાય છે. 
* ઇતિહાસ પદ્ધતિ સર્વેક્ષણ અને લંબગત  સંશોધન પદ્ધતિ જોવા મળે છે. 
* અભ્યાસક્રમ  માટે ઝીણવટપૂર્વક અને ધ્યાનથી  અભ્યાસ કરવામાં આવે છે. 
* વ્યક્તિ અભ્યાસ માં વિવિધ સંશોધન સાધનો મદદથી માહિતી એકત્રિત કરી શકાય છે. 
* નિત્ય અભ્યાસમાં એકમના બધા જ પાસાઓનો અભ્યાસ કરી શકાય છે.
*અભ્યાસક્રમ લોકો શક્તિનો ઉપયોગ કરી શકે છે. 

લાભ

-સામાજિક એકમ અને ઊંડાણ થી સમજવા માટે ઉપયોગી. -એકમ કે ઘટનાના વર્તમાન તેમજ ભૂતકાળને સમજવા માટે ઉપયોગી. 
- અપવાદરૂપ લક્ષણોની તરાહો જાણવા અગાઉની માન્યતાઓ સુધારવા માટે ઉપયોગી. 
- એકમના વર્તન વ્યવહાર ને સમજવા માટે ઉપયોગી. 
- એકમ ના સંપૂર્ણ પૈસા ને સમજવા માટે ઉપયોગી

મર્યાદાઓ

< વ્યક્તિ અભ્યાસ સમય અને ખર્ચ વધે છે. 
< વ્યક્તિ અભ્યાસ માં ઘટના સાથે ઐતિહાસિક કે વર્તમાન પૈકી કયા કયા પરિબળો અસર કરે છે તે નક્કી કરી શકાતું નથી. 
< સંશોધન અનુકૂળ સમસ્યાની પસંદગીનું વધારે જોવા મળે છે. 
< આ સંશોધનો અભ્યાસ ઓછા થતા હોવાથી સામાન્ય રીતે મુશ્કેલ બને છે. 
< વ્યક્તિગત રેકોર્ડ માં રહેલી ખામી સંશોધન માટે મુશ્કેલરૂપ બને છે. 
>અભ્યાસક્રમમાં હેતુ લખતા સમયે અને તદ્દન ન હોય તો અભ્યાસ માટે નડતરરૂપ બને છે. 


                             પ્રસ્તાવના

સંસ્થાનુ નામ  :- શ્રી ગ્રામ દક્ષિણામૂર્તિ મણાર ( બાબરવા) 

       વ્યક્તિ અભ્યાસ તરીકે   શ્રી ગ્રામ દક્ષિણામૂર્તિ જય બાબરવા સંસ્થા તરીકે ઓળખાય છે. મહત્વ ધરાવે છે. આ સંસ્થા સાથે લેખક તથા શિક્ષણવિદ તથા કેળવણીકાર ગાંધી વિચારધારા ને સમર્પિત એવા લોકો દ્વારા આ સંસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે. 
         આ સમગ્ર વ્યક્તિ અભ્યાસ સંસ્થાનો સામાન્ય ઇતિહાસ તે સંસ્થાની કાર્યપદ્ધતિ તથા તેની સિદ્ધિઓ આ ઘણી નાની બાબતોને સાંકળી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 

ભૌગોલિક સ્થાન  :- 

                        ભાવનગર સોમનાથ હાઈવે પર રાપર ની બાજુમાં તળાજા તાલુકો તથા ભાવનગર જિલ્લામાં આવેલી સંસ્થા શ્રી ગ્રામ દક્ષિણામૂર્તિ મણાર. આઝાદ તાલુકા શાળા છે સોસિયા તથા મણાર ની વચ્ચે આવેલી છે તથા બાબરવા સંસ્થા તરીકે ઓળખાય છે. 


ઇતિહાસ  :- 

               શ્રી ગ્રામ દક્ષિણામર્તિ ની સ્થાપના ઋષિતુલ્ય કેળવણીકાર નાનાભાઇ ભટ્ટ તથા મનુભાઈ પંચોળી દ્વારા કરવામાં આવી હતી. ઇ.સ.1950 માં કરવા માં આવી. આ બે કેળવણીકારો સણોસરા, આમલા અને મણાર  સંસ્થાના કેળવણીકારો છે. 

નાનાભાઈ ભટ્ટ

મનુભાઈ પંચોળી


સંસ્થા પરિચય

          ધોરણ ૯ થી લઈને ૧૨ સુધીનું શિક્ષણ અપાતી સો ટકા છાત્રાલય વાળી શાળા છે.

       શિક્ષણ આપતી લોકશાળા છે.

   સંસ્થાના કેમ્પસ પર જ ધોરણ ૧ થી ૮ સુધીના જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા આવેલી છે.

    અહીં ૯થી ૧૨ના ૨૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

નિયામક શ્રી  : સુરસંગભાઈ પી. ચૌહાણ

આચાર્યશ્રી  : ડાયાભાઈ ડાંગર

આદ્યસ્થાપક :   સ્વ. મનુભાઈ પંચોળી (દર્શક )
                       સ્વ.  નાનાભાઈ ભટ્ટ

છાત્રાલય સુવિધા :-  
                          આ સંસ્થામાં છાત્રાલય સુવિધા ઉપલબ્ધ છે નહીં કુમાર તથા કન્યા છાત્રાલયની સુવિધા ઉપલબ્ધ છે. 

         આ સંસ્થા નવ શિક્ષકો નો સ્ટાફ ધરાવે છે તે લોકોને લાયકાત આ પ્રમાણે છે.  B. Sc,. Bed, M. A, b. Ed  એવી લાયકાતો ધરાવે છે. સાથે બીજા B.R.S b. Ed પણ છે. સાથે એ ક્લાર્કને પટાવાળા કાર્યરત છે. તમામ સ્ટાફ સાથે માટે કવાટર સુવિધા ઉપલબ્ધ છે. 

પરિણામ :-
              ધોરણ-10નું પરિણામ 83% આવેલું છે તથા ઘણી વખત ફોટો આવેલું છે .ધોરણ 12 નું પરિણામ છેલ્લા ત્રણ વર્ષથી સો ટકા આવે છે. 

     આહિર શિક્ષણની સાથે સાથે 
- સિલાઈકામ 
- સ્પોકન ઇંગલિશ
 - કોમ્પ્યુટર જ્ઞાન 
- સજીવ ખેતી એગ્રીકલ્ચર 
-  ડ્રાઈવિંગ શીખવા ની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. બાળકોના ઘડતર માટે પૂર્ણ પ્રયાસો કરવામાં આવે છે. 

        શાળાને જોઈએ તો કુદરતી રીતે જ તે ઘણી બધી ભવ્યતા દર્શાવે છે સરસ મજાના કેમ્પસ છે. નાળિયેરીના વૃક્ષો તેને કંઈક અલગ જ આવક ઊભી કરે છે સુંદર પ્રકૃતિની વચ્ચે બાળકો રહીને આવા  સફુતી વાતાવરણમાં અભ્યાસ કરે છે. તળાવ અને પંખીઓના કલરવ વચ્ચે ભણવાની મજા માણી શકે છે. 

મોજીલું શિક્ષણ

         તળાજા તાલુકાની 40 પ્રાથમિક શાળા સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે.અને  ભારવીનાનુ ભણતર નો પ્રોજેક્ટ જેવા કે ગમ્મત  દ્વારા જ્ઞાન અનુભવ દ્વારા શિક્ષણ આપનાર નું કામ બે શિક્ષકો દ્વારા સંભાળવામાં આવે છે. તથા આ માટેની આર્થિક સહાય પી. ડી.લાઈટ કંપની દ્વારા પૂરી પાડવામાં આવે છે સાથે ખેડૂત પરીક્ષણ વર્ગ ચાલે છે. 

       સંસથાની માલિકીની ૨૦૦ એકર જમીન છે આ જમીન એક જ આવેલી છે રમણીય વાતાવરણ જોવા મળે છે. 
1500 જેટલા કેસર આંબા ના ઝાડ,
 550 જેટલી નાળિયેરી,
 600 ચીકુના ઝાડ તથા અન્ય ફળ વૃક્ષો જોવા મળે છે. અહીં બાગાયતી ખેતી થાય છે. 

       ખેતીના પાકોમાં લોકોવન  ઘઉં નું બિડર સીડ અને સોયાબીન નું બ્રીડર બનાવવામાં આવે છે. આ ઉપરાંત મગફળી કપાસ ,આંબાની કલમ જુવાર, બાજરી ,તલ વગેરે જેવા વાવેતર જોવા મળે છે. 

           વરસાદી પાણીના સંગ્રહ માટે બે તળાવ કુલ 5 એકરમાં વિસ્તરેલા છે. શેત્રુંજય કેનાલનું પાણી તથા ૧૦ જેટલા કુવાઓ અને ૧૧ જેટલા બોર્  સિંચાઈ માં ઉપયોગ લેવામાં આવે છે. ખેતી કાર્યકરો તથા ભાગીદારો માટે પણ ક્વાર્ટર ની સુવિધા ઉપલબ્ધ છે. 

      સુવિધાયુક્ત  મહેમાન ગૃહ ની પણ વ્યવસ્થા જોવા મળે છે. 
       શાકભાજી માટે વડોલી આવું જ સજીવ ખેતી આધારિત છે જે છે જે છાત્રાલયમાં પણ પૂરતું શાકભાજી ઉપયોગમાં લઇ શકાય છે. 

     ધોરણ નવ અને 10 ના વિદ્યાર્થીઓએ NCC નું બે વર્ષનો કોર્સ કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીએ   A સટીફિકેટ મળે છે.

ધોરણ-૧૧ અને ૧૨ માટે  NSSનો  કોર્સ કરાવાય છે . 

રમત ગમત

         રમત ગમત ક્ષેત્રે ખોખો, એક્વેટિક માં પ્રથમ સત્ર દ્રિતીય કક્ષાએ સ્થાન પ્રાપ્ત કરેલ છે.ઝોનલ કક્ષાએ ખોખો માં વિદ્યાર્થીઓ પ્રથમ સ્થાન મેળવી ચૂક્યું છે તેમાં ૬૦ હજાર જેટલી  ઈનામ પણ મળેલ છે.
          
ગ્રંથાલય

         અહીં સરસ મજાનું ગ્રંથાલય છે તેમાં વિવિધ વિષયોને લગતાં 7હજાર કરતા વધારે પુસ્તકો ઉપલબ્ધ છે. પુસ્તકાલય રૂપની થવાની સારી એવી સુવિધા ઉપલબ્ધ છે સાથે વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ પણ કરતા જોવા મળે છે વાંચન માટે નો સમય સાંજના ૮ થી ૧૦ સુધીનો રાખવામાં આવે છે. 

છાત્રાલય
          છાત્રાલય જીવન અહીં જીવાય જે વિદ્યાર્થી પોતાના કામ પોતાની જાતે જ કરે છે .ગાંધી વિચારધારા અને અનુસરવામાં આવે છે. 

અહીં વિદ્યાર્થી નું ટાઇમટેબલ સવારના સાડા પાંચથી ઉત્થાન તથા રાત્રે 10:30 સુધી શેડ્યુલ ફિક્સ હોય છે. 31 નો ઉદ્યોગ ટાઈમ રાખેલ છે જેમાં સફાઈ ગૌશાળા સફાય સજીવ રસોડા વ્યવસ્થા જેવા કે શાક સમારવું ,પીરસવું ,વાસણ વગેરે જેવા કામો છોકરા છોકરીઓ દ્વારા કરવામાં આવે છે આ કૌશલ્ય જીવનપર્યંત માણસને ઉપયોગી થાય છે. 
     બાળકમાં લીડરશીપ જેવા કૌશલ્યો કેળવાય છે. 


રાત્રી પ્રવૃત્તિ 
            રાત્રે પ્રાર્થનાનો ને અહીં સાયમ પ્રાર્થના એવું  નામ આપવામાં આવ્યું છે.આ પ્રકારની પ્રાર્થના સભામાં વિવિધ વિષયો પર શિક્ષકો નિયામક તથા ગૃહ માતા-પિતા દ્વારા વક્તવ્ય આપવામાં આવે છે સંપૂર્ણ સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરાય છે ભજન પ્રાર્થના સ્પેશિયલ દિવસો જેવા કે કોઈ મહાન વ્યક્તિને જયંતિ તે દિવસ પ્રમાણે પ્રાર્થના માટે વક્તવ્ય વિશે બદલાતા રહે છે વિદ્યાર્થીઓ કરે છે .

શૈક્ષણિક ફિલ્મો બતાવવામાં આવે છે. 
રવિવાર રાત્રે સંગીત સંધ્યા લોક ડાયરો ફિલ્મ દર્શન તજીને  વક્તવ્યો વગેરે જેવી પ્રવૃત્તિ સાયમ પ્રાર્થના પ્રસ્તુત કરવામાં આવે છે. 
     
    આ ગ્રામ દક્ષિણામૂર્તિ સંસ્થા રેલીઓ તથા ઉત્સવમાં ભાગ લે છે શિક્ષણ સંગોષ્ઠી જેવી રેલીઓમાં ભાગ લે છે. રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. 9 જાન્યુઆરી સંસ્થા વાર્ષિક ઉત્સવ  ન્યુ જમણી થઈ છે 11 ઓગસ્ટ ગુલાબબેન મહેતાની મૂર્તિ મા પંડિત સુખલાલજી વ્યાખ્યાનમાળા યોજાય છે તે અહીં આ ગ્રુપમાં તથા આચાર્ય હતા. 

    નાનાભાઈ ભટ્ટ ની જન્મ જયંતી  તથા  મનુભાઈ પંચોળી દર્શક ની જન્મ જયંતી  ઉજવવામાં આવે છે અહીંના શિક્ષકો 24 કલાક કાર્યરત રહે છે તેમના શિક્ષણ ના કલાક ઉપરાંત પણ કામ કરે છે. 

    શૈક્ષણિક પ્રવાસ 
        અહીં શૈક્ષણિક પ્રવાસનું આયોજન થાય છે વર્ષમાં એક લાંબો પ્રવાસ તથા ટૂંકા પ્રવાસનું આયોજન થાય છે તે મા વન ભોજન આશ્રયસ્થાન છે સ્વયં ભાગ જેવી પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. 

          નજીકના જોવાલાયક સ્થળો ની યાદી

√ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ
√ મીઠીવીરડી ભીમના પાયા
√ નિષ્કલંક મહાદેવ મંદિર
√ કુડા ઇમુ પક્ષી ઉછેર કેન્દ્ર
√ ગોપનાથ મહાદેવ નરસિંહ મહેતાને જ્યાં સાક્ષાત કરતો હતો


     અહીં ભોગોલિક રીતે ખૂબ જ સારું વાતાવરણ જોવા મળે છે કંઈક એટલે વૃક્ષો જે કે ના જોયા હોય તે પણ અહીં કેમ્પસમાં પ્રાપ્ત થાય છે. 

  ગૌશાળા
        નાના-મોટા સાઇટ પર જોવો છે ગીર ઓલાદ ધરાવતી ગૌશાળા જોવા મળે છે તેનું દૂધ ઉત્પાદન વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓ અને ઉપયોગમાં લેવામાં આવે છે બે બાયોગેસ પ્લાન્ટ છે એ સુવિધા ઉપલબ્ધ છે બે નિર્માણ માટેના મોટા ગોડાઉન જોવા મળે છે ઉનાળામાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ ની આર્થિક સહાયથી અલંગ-સોસીયા નજીકના ગામોમાં મફત છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે. 

    સંસ્થા માં પ્રવેશતા જ પ્રવેશ દ્વાર પાસેની દીવાલ પર ગાંધીજી ના ચિત્રો ભીંતચિત્રો જોવા મળે છે સુંદર સુવાક્યો સાથે ત્યારથી સંસ્થાની અલગ આભા ઉભી થઈ છે તેની દિવાલ પર આપણી સંસ્કૃતિ ના ચિત્રો જોઈ શકાય છે ત્યારથી આગળ જતા દીવાલ પરના પેઇન્ટિંગ આંખો આ કરશે તેવા છે.અહીંના અમુક મકાનો પુરાણા પથ્થરોથી લાકડા થી બનાવેલા હોય તેનું ઉદાહરણ પૂરું પાડે છે ટૂંકમાં આંખને ગમે તેવું દ્રશ્ય રચાય છે. 


કૃષિ બાગાયત વિકાસ કેન્દ્ર
       
           પીડીલાઈટ આર્થિક સહયોગ ઈચ્છાથી આ કેન્દ્ર છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે જે આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ ૮૦ પ્રકારની વનસ્પતિ વાવવામાં આવેલ છે. ભાવનગર જિલ્લાના ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી નું જ્ઞાન મળે તે માટે ખેડૂત તાલીમ વર્ગો નિદર્શન પ્રદર્શન વગેરે થાય છે ત્યાં ખેડૂત તાલીમ હોલ, અદ્યતન કૃષિ લેબોરેટરી, કર્મચારીઓની ઓફિસ આવેલી છે આ પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ જાતની વનસ્પતિ પાકો ફળ ઝાડ આયુર્વેદિક વનસ્પતિ સુગંધિત ખાસ આયુર્વેદિક ખેતી જે સુગંધિત ઘાસમાંથી તેલ કાઢવાનું યુનિટ કાર્યરત છે ઘણું બધું જોવા લાયક છે. 

      કૃષિ વિતરણ અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં પાણી બચત ના કામો હાથ ધરવામાં આવ્યા છે આ વર્ષ 2020 21 વર્ષમાં ભાવનગર જિલ્લાના શ્રેષ્ઠ શાળા તરીકે નો એવોર્ડ આપવામાં આવ્યો છે.  તથા એક લાખ રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું છે. 

સાથે સાથે  રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળા માટે નુ નોમિનેશન
 જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા મોકલવામાં આવ્યું છે આવી સુંદર શાળા જોઈને મને ખૂબ જ આનંદ થયો આ સંસ્થાના ધ્યેયો જોઈએ. 



kriyatmak sanshodhan

શ્રી ગુલાબરાય હ સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય ભાવનગર     
                      ક્રિયાત્મક સંશોધન



નામ :- ચૌહાણ ઉર્વશી એન.
વર્ષ  :- 2021 -22
પદ્ધતિ  :-અંગ્રેજી, ગુજરાતી 
શાળાનું નામ  :-શ્રી નવા ગુંદાળા કેન્દ્રવર્તી  શાળા


વિષય :-  વાંચન ગણન લેખનમાં થતી મુશ્કેલી

ઋણ સ્વીકાર

    ક્રિયાત્મક સંશોધન અંગેની મારી સમસ્યા ના સંશોધન માટે ઘણા બધા વ્યક્તિઓને મદદ કરેલી છે એ બધાનો હું દિલથી આભાર માનું છું.
       સૌપ્રથમ તો વિદ્યાર્થીઓ નો આભાર માનુ છુ કેમ કે તેમને મને સહકાર આપ્યો દરમ્યાન ચર્ચામાં ભાગ લીધો શીખવા માટે તત્પર બન્યા તેમજ તેમના વર્ગ શિક્ષક અને પ્રિન્સિપાલ નિલેશભાઈ નાથાણી જેમણે વધારાનો એક પીડીયર મંજૂર કરી માત્ર વાંચન ગણન લેખન કરવા માટેની સુવિધા આપી ત્યારબાદ તે શાળાના બધા શિક્ષકો નો આ ઉપરાંત મારા તાલીમાર્થી મિત્રો નો ખુબ ખુબ આભાર.
    

પ્રસ્તાવના : 

               શિક્ષણ સંસ્થાઓને પોતાના દૈનિક કામકાજમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શાળા સંચાલન ના પ્રશ્નો, શિક્ષણ પદ્ધતિઓ અંગેના પ્રશ્નો, વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નો, અભ્યાસક્રમ અંગેના પ્રશ્નો, પાઠ્યપુસ્તક અંગેના પ્રશ્નો, પરીક્ષણ અને મૂલ્યાંકન અંગેના પ્રશ્નો, શાળા વ્યવસ્થા અંગેના પ્રશ્નો વગેરે અનેક પ્રકારના પ્રશ્નો નું અનેક ઢબે નિરાકરણ લાવવામાં ક્રિયાત્મક સંશોધનની પદ્ધતિ અત્યંત ઉપયોગી બને છે. પોતાનું રોજ-બરોજ નું કામ કરતાં જે નાના-મોટા પ્રશ્નો ઉદ્ભવે તેનો ઉકેલ કાઢવા માટે તજજ્ઞ પાસે દોડવાનું કોઈને પણ ન પાલવે. જીવનના મોટા ભાગના પ્રશ્નોનો નિકાલ પોતાની આપ બુદ્ધિથી અને પ્રત્યક્ષ કાર્ય માંથી મળેલા અનુભવને આધારે લાવવાનો હોય છે. મનુષ્ય પાસે તારવાની અને વ્યવહારૂ નિર્ણય લેવાની શક્તિ છે, પોતાના ક્ષેત્રમાં ઉભી થતી સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરનારો માણસ ક્રિયાત્મક સંશોધન ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તેમ કહી શકાય.


ક્રિયાત્મક સંશોધનની સંકલ્પના :
 
    અથૅ :
             ઉપનિષદમાં શિક્ષકને સર્જક અને શોધક કહ્યો છે આ દૃષ્ટિએ જોતાં શિક્ષક કાર્ય કરતા કરતા ઉદભવતી સમસ્યાઓ ને સંશોધક બની ઉકેલવાનો અને એ રીતે પોતાના શિક્ષણ કાર્યને વધુ શુદ્ધ કાર્યક્ષમ અને અસરકારક બનાવવા નું દરેક શિક્ષકનો વ્યવસાય ધર્મ છે. ક્રિયાત્મક સંશોધન અને શિક્ષકો માટે નું અને વર્ગ કાર્યની મુશ્કેલીઓ દરમ્યાન ઉદ્ભવતી સંશોધન છે. 

         ક્રિયાત્મક સંશોધન અને રોજ-બરોજની સમસ્યાઓને વૈજ્ઞાનિક ઢબે ઉકેલવાની પ્રયુક્તિ છે. 

વ્યાખ્યા :
         વર્ગ માં શિક્ષણ કાર્ય કરતા તે શાળાઓની પ્રવૃત્તિઓનો અવલોકન કરતા શિક્ષક કેટલીક મૂંઝવણ અનુભવે છે આ મુંધવા નો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરી તેમનો ઉકેલ લાવવા નો ઉપયોગ માર્ગે ક્રિયાત્મક સંશોધન છે. 
 
    ક્રિયાત્મક સંશોધન એ કેળવણી ક્ષેત્રે સિંચાઈ યોજના છે
                                             -    ગુણવંત શાહ

ક્રિયાત્મક સંશોધન અને શિક્ષકોનું શિક્ષકો માટે અને શિક્ષકો દ્વારા હાથ ધરાતું ઉપયોગી વ્યવહારુ સાધન છે. 


ક્રિયાત્મક સંશોધન ના લક્ષણો

-  ક્રિયાત્મક સંશોધન શાળા અને વર્ગની સમસ્યાઓના તાત્કાલિક ઉકેલ માટે છે. 
-ક્રિયાત્મક સંશોધન વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે છે. 
-ક્રિયાત્મક સંશોધન સમસ્યાનું સ્વરૂપ સાધુ હોય છે અને એમનું ક્ષેત્ર મર્યાદિત હોય છે. 
- ક્રિયાત્મક સંશોધન ઉપચારાત્મક કાર્ય નો એક ભાગ સ્વરૂપે હાથ ધરાતું વ્યક્તિગત સંશોધન છે. 
- ક્રિયાત્મક સંશોધન અન્ય શિક્ષકો અને આચાર્ય અને સહકારથી સફળતા પ્રાપ્ત થાય છે. 
- ક્રિયાત્મક સંશોધનનો ભવિષ્યના વિશાળ સંશોધન માટે ઉત્કલ્પના પૂરી પાડે છે ક્રિયાત્મક સંશોધન સમય શક્તિ અને નાણાંની દ્રષ્ટિએ ઓછો ખર્ચાળ છે. 
- ક્રિયાત્મક સંશોધન નિષ્ણાત ની સલાહ વગર પણ હાથ ધરી શકાય છે. 



ક્રિયાત્મક સંશોધન નું મહત્વ : 

                ક્રિયાત્મક સંશોધન એ ખરેખર એક અતિ મહત્વનો અને અસરકારક આધુનિક પ્રવાહ છે. નીચેની બાબતો પરથી સ્પષ્ટ છે:
૧) વર્ગખંડની શાળાની વિવિધ સમસ્યાઓનું વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું શક્ય બને છે.
૨) સંશોધનનો ગાળો ટૂંકો હોય છે, એટલે સમસ્યાઓનો તાત્કાલિક અને યોગ્ય ઉકેલ લાવવામાં આ પ્રકારનું સંશોધન ઉપકારક બને છે.
૩) ક્રિયાત્મક સંશોધન દ્વારા શિક્ષણકાર્ય વધુ અસરકારક અને સફળ બનાવીી શકાય છે.
૪) ક્રિયાત્મક સંશોધન શાળાના સમગ્ર આયોજન અને કાર્યપદ્ધતિ માં સુધારણા લાવવા માં અત્યંત ઉપયોગી થઈ પડે છે.
૫) વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ સાધવા ક્રિયાત્મક સંશોધનની નોંધપાત્ર ઉપયોગિતાા છે.
૬) શૈક્ષણિક કાર્યક્રમો ની ગુણવત્તા વધારવામાં અને શિક્ષણનું સ્તર ઊંચું લાવવામાં ક્રિયાત્મક સંશોધન ખૂબ જ ઉપયોગી બની રહે છે.

ક્રિયાત્મક સંશોધન ની મર્યાદાઓ : 

                ક્રિયાત્મક સંશોધન ના કેટલાક લાભો હોવા છતાં તેની નીચેના જેવી કેટલીક મર્યાદાઓ કે અવરોધો જોવા મળે છે.
૧) આપણા દેશમાં આ પ્રકારના સંશોધનો માટેનું વાતાવરણ હજુ જામ્યું નથી. શાળાઓ ના આચાર્યો, શિક્ષકો અને નિરીક્ષકો પણ ઉદાસીનતા દાખવે છે.
૨) સંશોધન ખાતર સંશોધન કરવામાં આવે તો તેનાથી કસો હેતુસરે નહીં, શિક્ષકે વૈજ્ઞાનિક પદ્ધતિનેે વળગી રહેવું જોઈએ.
૩) વર્ગોમાં વિદ્યાર્થીઓની વધુ સંખ્યા, લાંબા અભ્યાસક્રમો, શિક્ષક પક્ષએ સમયનો અભાવ વગેરે કારણોનેેે લીધે પણ ક્રિયાત્મક સંશોધન શક્ય બનતું નથી.
૪) કેળવણીખાતું, નિરીક્ષકો, શિક્ષણાધિકારીઓ વગેરેે તરફથી પૂરતા પ્રોત્સાહન નો અભાવ હોય છે. એમનું આવા સંશોધનમાં નહિવત સહકાર હોય છે.
              આમ છતાં, સાચા શિક્ષકે આ બધી મર્યાદાઓને પાર કરી પોતાનું અધ્યાપન કાર્ય અને શિક્ષકની ગુણવત્તા સુધારવા આ પ્રકારના ક્રિયાત્મક સંશોધન હાથ ધરતા રહેવું જોઈએ.

ક્રિયાત્મક સંશોધન ના સોપાનો : 

                ક્રિયાત્મક સંશોધન દ્વારા વર્ગ સમસ્યાને ટૂંકાગાળામાં હલ કરવાાાનો પ્રયાસ થાય છે. ક્રિયાત્મક સંશોધન સફળ રીતે કરવા માટે નીચેેેેે જણાવેલ સોપાનો ધ્યાનમાં રાખવા જરૂરી છે.

 સમસ્યા : 
           
           સિહોર તાલુકાના નવા ગુંદાળા ગામની પ્રાથમિક શાળા શ્રી નવા ગુંદાળા કેન્દ્રવર્તી પ્રાથમિક શાળામાં બાળકોને થતી વાંચન અને લેખન ની સમસ્યા. 

સમસ્યા ક્ષેત્ર  :
     
          શાળા : શ્રી નવા ગુંદાળા કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા
        ધોરણ  : 6 , 7

સમસ્યા વિસ્તાર

શ્રી નવા ગુંદાળા કેન્દ્રવર્તી પ્રાથમિક શાળાના બાળકોને વાંચન ગણન લેખનમાં થતી મુશ્કેલીઓ જેવી કે
 Foundational Literacy and Numeracy
FLN  બાળકો અને તેના સંભવિત કારણો.


પાયાની જરૂરી માહિતી : 
                    મને મારી બે મહિનાની ઈન્ટરશિપ દરમિયાન નવા ગુંદાળા પ્રાથમિક શાળામાં  ધોરણ સાત અને છ માં અભ્યાસ કરતા બાળકોને વાંચવામાં મૂળાક્ષર ઓળખવામાં તથા સાદા દાખલા ગણવા માં થતી મુશ્કેલી જાણવાની અમૂલ્ય તક મળી. આ પ્રકારની વિદ્યાર્થીઓની ખામી ના લીધે તેને અભ્યાસક્રમમાં ખૂબ મુશ્કેલી અનુભવાતી હતી જેના લીધે તે ટેસ્ટ તથા ક્લાસમાં શ્રુતલેખન તથા પઠન કરવામાં અસક્ષમ જણાતા હતા.

ઉત્કલ્પનાઓ  : 
       
     * તેમને એકડા તથા મૂળાક્ષરો અને એબીસીડી થી પહેલેથી પાયા ની શરૂઆત કરવી.
      *  જો બાળકોને તેના શૈક્ષણિક કલાકોની ઉપરાંત અલગથી સમય ફાળવીને ભણાવવામાં આવે તો સમસ્યા દૂર થઈ શકે.
      * વિદ્યાર્થીને ચાર્ટ દ્વારા ચિત્રો દ્વારા તથા વ્યક્તિગત ધ્યાન આપી શીખવાડી શકાય.
      * અલગતા ગોઠવી તેની માટે ચારથી પાંચ ફક્ત જોડણી મુળાક્ષરો સરવાળા બાદબાકી તથા એબીસીડી શીખવી શકાય.
     * આવા બાળકોને અલગ તારવીને તેમને વાલીઓ સાથે વાત કરી હોમવર્ક  કરાવે અને પુનરાવર્તન કરે તેવી ભલામણ કરી શકે.
     * વ્યક્તિગત એક એક બાળકો પર ધ્યાન આપે તેને કઈ કઈ વસ્તુ માં મુશ્કેલી પડે છે તેને ઝીણવટપૂર્વક ધ્યાન દે તેને આગળ વધારવાની કોશિશ થઈ શકે બાળકના પ્રોબ્લેમ જાણી શકાય.


પ્રયોગ કાર્યની રૂપરેખા  :

       શ્રી નવા ગુંદાળા પ્રાથમિક શાળામાં બાળકોને વાંચન ગણન અને લેખન માં મુશ્કેલી અનુભવતા પ્રશ્નોને ઉકેલવા માટે તથા બાળકોને પાયાનું જાણે તથા ભણવામાં રસ ધરાવે તે માટે જે પ્રયોગ કાર્ય હાથ ધરવામાં આવ્યો જેના નિવારણ માટેની રૂપરેખા તથા આયોજન તૈયાર કર્યું હતું.


મૂલ્યાંકન :
     
- વિદ્યાર્થીઓને ચિત્રો અને ચાર્ટ દ્વારા ભણવાની વધુ મજા આવી અને વધારે યાદ રહ્યું.
- પોતાની રીતે દાખલાની ગણતરી કરતા થયા.
- વિદ્યાર્થીઓ વર્ગખંડમાં ઉભા થઇ ઉદાહરણો આપતા થયા.
- વિદ્યાર્થી વર્ગમાં વાંચન કાર્ય કરતા થયા.
- સામાન્ય દાખલાઓ ની સમજ મેળવી ગણતા થયા.
- શ્રુતલેખન કરતા થયા.
- જોડિયા શબ્દો પણ વાંચતા થયા ઘણા.
- અંગ્રેજી એબીસીડી ની સાથે કક્કા ના શબ્દો પણ શીખ્યા.
- સાદા વાક્ય નું વાંચન પણ શક્ય બન્યું.


તારણ, પરિણામ, અનુકાર્ય :

નવા ગુંદાળા પ્રાથમિક શાળામાં ધોરણ ૬ અને ૭ ના બાળકો જે વાંચન અને ગણન માં નબળા હતા તે વાંચતા તથા આકડાની એક થી સો એકડા તથા ગડિયાયા ઓ શીખી ગયા. બે રકમ વાળા સરવાળા બાદબાકી, જોડિયા શબ્દો જેવા શબ્દો વાંચતા શીખ્યા.a, b, c, d  ના મુળાક્ષર લખતા શીખ્યા વાર્તા ની બુક વાંચતા શીખવ્યું.
 
જેટલા બાળકોને લઈને આ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું તેમાંથી 85 ટકા બાળકો સરસ રીતે વાંચન ગણન અને લેખન કાર્ય કરતા થઈ ગયા.


ઉપસંહાર :  

ક્રિયાત્મક સંશોધન અને શિક્ષણની ગુણવત્તા વધારવા માટેની એક ક્રમબદ્ધ પ્રક્રિયા છે. આવો સંશોધન શિક્ષણ દ્વારા હાથ ધરવામાં આવે છે અને વૈજ્ઞાનિક ઢબે સમગ્ર સંશોધન કરાય છે. જેના અંતે ચોક્કસ તારણ મેળવી શકાય છે.

 આ શાળામાં પ્રસ્તુત સંશોધન અંતર્ગત બાળકો અભ્યાસ કાર્ય કરી શકે તે માટે  આ FLN બાળકો માટે કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું વિસ્તૃત રીતે અવલોકન, પુથ્થકરણ અને અર્થઘટન કરવાથી તેના ચોક્કસ પરિણામ મળ્યા. અને વિદ્યાર્થીઓને  વાંચવા લખવામાં રસ અને રૂચિ જાગી.
આ અભ્યાસ વર્ગ શિક્ષકને તેમજ શાળાને તેમનું શિક્ષણ કાર્ય સુધારવામાં મદદરૂપ થશે.

                   આવી ક્રિયાત્મક સંશોધન દ્વારા શાળાને નડતી મુશ્કેલીઓ ના નિવારણ માટે સંશોધન કરવામાં આવે તો શાળાને  યોગ્ય દિશા પ્રાપ્ત થશે. આ સમસ્યાને વિસ્તૃત રીતે જોઈ વર્ગને બદલે શાળા કક્ષાએ હાથ ધરી અભિવ્યક્તિ અંગે વિદ્યાર્થીઓમાં સભાનતા લાવી શકાશે. આ સંશોધન અન્ય સુધારાત્મક બાબતમાં કામ લાગશે તો હું મારી મહેનત ને સાર્થક ગણીશ.

પ્રયોગપાત્ર વિદ્યાર્થીઓના નામ :

1. સોલંકી સુનિતા મધુભાઈ 
2. પરમાર શીતલ લક્ષ્મણભાઈ
3. મકવાણા રોહન સુરેશભાઈ
4. બારૈયા  હર્ષ હરેશભાઈ


મારા અનુભવ

       હું શ્રી નવા ગુંદાળા કેન્દ્રવર્તી શાળા માં ધોરણ છ અને સાત મા વિદ્યાર્થીઓને વાંચન ગણન લેખન ની સમસ્યા નું સંશોધનના પ્રયોગ કાર્ય માટે કર્યું હતું આ દરમ્યાન ઘણા અનુભવો થયા જેમ કે વિદ્યાર્થીઓ જોડે આત્મીયતા બંધાઈ ગઈ તને કઈ અલગ અલગ પદ્ધતિ અપનાવી શીખવું જેમાં બીજા પુસ્તકો ની વાર્તાઓ ની મદદ લીધી તેમાંથી મને પણ ઘણું જાણવાનું શીખવા મળ્યું તેમજ પગલું ૧ અને ૨ નો સહારો લીધો. તથા જ્ઞાનમાં વધારો થયો આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં રહેલી અને ક્ષમતા અને કૌશલ્યો તથા તેમની મનની કલ્પના ઓ જાણવા મળી જેના કારણે અભ્યાસ અસરકારક થઈ રહ્યો મને સંતોષ થયો કે મારા પ્રયત્નો દ્વારા હું લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓને વાંચતા લખતા શીખવી શકી તથા શાળા ને મદદરૂપ થઈ. 

      આની પાછળનું કારણ મોટાભાગે વિદ્યાર્થીઓના પરિવાર મજૂરી કામ કરતો હોવાના બીપી લીધે તથા ઘરમાં શૈક્ષણિક વાતાવરણ ન હોવાના કારણે તેમજ બાળક પાસે પણ બીપી સમય ન હોવાના કારણે આ સમસ્યા ઉદ્ભવી છે. 
 
       
     આભાર




      




Tatvamasi

તત્વમસિ નર્મદે હર   ધુવ ભટૃ  ની સમુદ્રાન્તીકે પછી આ બીજી નવલકથા વાચુ છુ.આ નવલકથાનું પોસ્ટર જ ઘણું આ બુક વીશે કહી જાય છે.  આખી નોવેલ ...